ખાણ ખનીજ વિભાગ દ્વારા કાલોલ તાલુકાના સાલીયાવ પાસે માટી ખનન કરતુ જેસીબી ઝડપ્યુ

કાલોલ, (પંચમહાલ)  મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ પંથકમાં રેતી અને માટી ખનન ભારે ચર્ચામાં ચાલી રહ્યું છે બુધવારના રોજ જિલ્લા કલેકટર દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારી, કાલોલ મામલતદાર કચેરી અને કાલોલ તાલુકાના વિવિધ ગામોના સરપંચો નિરૂપરોમાં ગેરકાયદેસર ખાનન બાબતે બેઠક યોજેલ અને ચર્ચાઓ કરી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ કાલોલ વિસ્તારમાં હતી ત્યારે તેઓએ મલાવ વિસ્તારના સાલીયાવ પાસે ખાનગી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કરતું એક જેસીબી ઝડપી પાડ્યું હતું. જેસીબી ડ્રાઇવર મહેશભાઈ રાઠોડ પાસે પાસ પરમિટ માંગતા પાસ પરમીટ જોવા મળેલ નહીં જેથી 30 લાખ રૂપિયાની રકમના જેસીબી ને મુદ્દા માલ તરીકે કબજે કરી કાલોલ મામલતદાર કચેરીમાં મુકાવેલ જેસીબી માલીક ગોપાલભાઈ વિઠ્ઠલભાઈ પરમાર માલિક હોવાનુ જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here