નર્મદા જિલ્લા વાસીઓને “હું પણ કોરોના વોરિયર્સ” અભિયાનમાં જોડાવાં જિલ્લા સમાહર્તા મનોજ કોઠારીની અપીલ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

કોરોના વોરિયર્સ તરીકે સંકલ્પ કરી નિયમોનુ કાયમી પાલન કરીએ :- નર્મદા કલેક્ટર મનોજ કોઠારી

આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા હું પણ કોરોના વોરિયર્સ નામક જનજાગૃત્તિ અભિયાનનો પ્રારંભ કર્યો છે. ત્યારે રાજ્યભરમાં તા.ર૧મી થી તા. ર૭મી મે દરમ્યાન યોજાઇ રહેલા “હું પણ કોરોના વોરિયર્સ” ની જિલ્લાના અગ્રણીઓ, યુવાઓ, મહિલાઓ, શિક્ષકો સહિત તમામ પ્રજાજનોના સહયોગ સાથે, “કોરોના” સામેના સીધા જંગમાં પ્રત્યેક નર્મદા વાસીઓને માધ્યમો સાથેના સંવાદમાં ” કોરોના વોરિયર્સ ” બનીને જોડાવવા કલેક્ટરશ્રીએ લોકોને અપીલ કરી છે. તેમજ ઘરના વડીલો અને બિમાર વ્યક્તિઓની ખાસ સાર-સંભાળ રાખવા પણ જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોરોના સામે રક્ષણ મેળવવાની લાંબી લડાઇમાં આપણે સૌએ ‘હું પણ કોરોના વોરિયર્સ’ અભિયાનમાં સૌ સંકલ્પ કરે અને તેનું કાયમી રીતે પાલન કરે તે આવશ્યક છે તેમ જણાવતા કલેકટરશ્રી મનોજ કોઠારીએ વડીલો અને બાળકો ઘરમાં જ રહે , માસ્ક પહેર્યા વગર, કારણ વગર ઘર બહાર ન નીકળવા , ‘દો ગજ કી દૂરી’ એટલે કે ૬ ફુટ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા તા.રરમી મે એ વડીલોનું સન્માન કરતાં દાદા-દાદી સાથે સેલ્ફી તેમજ તા. ૨૪ મી એ પોતે માસ્ક પહેરી સેલ્ફી લઇ સોશિયલ મીડીયા પર પોસ્ટ મુકવા અને તા.૨૬ મી એ આરોગ્ય સેતુ એપ ડાઉનલોટ કરી સ્ક્રીન શોર્ટ લઇ સોશિયલ મીડીયા પર મુકવા અનુરોધ કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળો જિલ્લાના દરેક ગામો સુધી પહોંચાડવામાં આવશે અને આયુર્વેદિક ઉકાળો વધુમાં વધુ લોકોને પીવા અનુરોધ કર્યો હતો. યોગ કરવા માટે પ્રશાસન દ્વારા વીડીયો ક્લીપ બનાવવામાં આવશે જેના થકી તમામ લોકો યોગ કરી શકશે. અત્યાર સુધી ઘરમાં હતા, સુરક્ષિત હતા. હવે બહાર નીકળવાનું છે ત્યારે તકેદારી રાખી કોરોના સામે જંગ માંડીએ તેમ જણાવતા પ્રજાજનોની જાગૃતિ અર્થે, જિલ્લાના સૌ લોકોને તેમનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here