ક્લસ્ટર કક્ષાનો 59 મો બાળ વિજ્ઞાન પ્રદર્શન અલીન્દ્રા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

59 મો બાળ વિજ્ઞાન પ્રદર્શન અલીન્દ્રા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો..વિજ્ઞાન પ્રદર્શનમાં ધી.એમ.જી.એસ હાઇસ્કુલ,કાલોલના પ્રાથમિક વિભાગના ધોરણ આઠ ના કુલ છ બાળકોએ ભાગ લીધો જેમાં વિભાગ 1 અને વિભાગ 2 માં કુલ બે કૃતિઓ મુકેલ હતી. તેમાંથી વિભાગ 1 માં “સ્મોક એબ્ઝોબૅર” કોઈરાલા નરેન્દ્ર ,રાવલ ધર્મ તેમજ મલેક રોજેબ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ વિભાગમાં ધી.એમ.જી.એસ હાઇસ્કુલ ના બાળકોએ દ્વિતીય નંબર મેળવ્યો. જ્યારે વિભાગ 2 માં “સોલર એનર્જી “જોશી કસમ વાળંદ વિશ્વા તેમજ દંતાણી રીન્કુ દ્વારા બનાવવામાં આવ્યો કે જેમાં આ વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો છે.આ વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર મેળવનાર વિભાગ ૨ ના જોષી કસમ વાળંદ વિશ્વા તેમજ દંતાણી રીન્કુ પ્રથમ નંબર મેળવવાથી તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે. આ બદલ કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા ધી.એમ.જી. એસ હાઇસ્કુલ, કાલોલના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી કલ્પેશકુમાર પટેલ સર તેમજ બંને વિભાગના માર્ગદર્શક શ્રી ઉપેન્દ્ર ડી સોલંકી સર તેમજ સિંધવ જયેશ સર ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here