છોટાઉદેપુર તાલુકામાં અંતરિયાળ ગામોમાં વીજળીના હવાતિયાં કરતા ખેડૂતો…. 200 ખેડૂતો વીજળીને કારણે ભોગવી રહ્યા છે હાલાકી..

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર કચેરી ખાતે ખેડૂતોએ ડેપ્યુટી એન્જીનીયર ને આવેદન આપી રજૂઆત કરી

છોટાઉદેપુર તાલુકાના મોટા રામપુરા તથા આસપાસના 14 જેટલા ગામો ના ખેડૂતો દ્વારા આજરોજ છોટાઉદેપુર એમજીવીસીએલ કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયરને પોતાની સમસ્યાઓ લેખિતમાં બતાવી આવેદનપત્ર આપી વીજળી શરૂ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી 200 જેટલા ખેડૂતો વીજળી અનિયમિત મળતા રોષે ભરાયા હોય આજરોજ છોટાઉદેપુર એમજીવીસીએલ ખાતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને લેખિતમાં રજૂઆત કરી હતી
છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં રસ્તા ખેડૂતો માત્ર ખેતી ઉપર નિર્ભર હોય ખાસ કરીને ચોમાસુ ખેતી ઉપર પોતાનું ગુજરાત ચલાવતા હોય છોટાઉદેપુર તાલુકાના ઘણા ગામોમાં પિયતની સુવિધા ન હોવાથી ચોમાસુ ખેતી આદિવાસી ખેડૂત માટે ભારે મહત્વની બની જાય છે તેવા સમયે વીજળીની સમસ્યાઓ સર્જાતી હોય છે છેલ્લા 3 મહિનાથી છોટાઉદેપુર તાલુકાના 14 જેટલા ગામોમાં એક કલાક પણ વીજળી સ્થાયી મળતી નથી અને લો વોલ્ટેજ આવે છે જેના કારણે ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા જેવી તકલીફો ભારે સર્જાય છે 200 જેટલા આજરોજ ખેડૂતો દ્વારા છોટાઉદેપુર ખાતે મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી હતી અને મધ્ય ગુજરાત વીજ કંપની ને પણ આવેદન આપી લાઇટો નિયમિત મળે તે અંગે માંગ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના છેવાડે આવેલ મોટા રામપુરા, નાના રામપુરા, ઓઢી, બંદલા, બાલાવાડ, રજૂવાંટ, બોકડીયા, કાકડપા, કોલ, ગુનાટા, મીઠાલી, હાસડા, દિયાવાડ, અને કોલીયાથોર, જેવા 14 જેટલા ગામોના 200 ખેડૂત ખેતી કરી રહ્યા છે જેઓને સરકારી વીજળી યોજના ઓના લાભ વીજળી અનિયમિત મળવાને કારણે મળી શકતા નથી છેલ્લા 3 માસ જેવા સમયથી એક કલાક પણ લાઈટો આવી નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે જ્યારે કૂવામાંથી પાણી કાઢવું હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સમયે ખેતરમાં પકવેલા પાકને પાણી ન મળતા ખેતીમાં પણ ભારે નુકસાન જાય તેમ છે જેથી આજરોજ રોષે ભરાયેલા ખેડૂતો છોટાઉદેપુર 40 કિલોમીટર દુર સુધી દોડી આવ્યા હતા અને ડેપ્યુટી એન્જિનિયર ને રજૂઆત કરી હતી અને વીજળી નીયમિત મળે તે અર્થે માંગ કરી છે.
અત્રે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે છોટાઉદેપુર ના અંતરિયાળ ગામોમાં વીજળી ના ત્રાસને કારણે ખેડૂતો થાકી ગયા છે ખેડૂતો જણાવી રહ્યા છે કે વીજળી બંધ થતા હેલ્પરોને ફોન કરવામાં આવે તો ફોન ઉઠાવતા નથી તથા ઘણા હેલ્પરોના ફોન સ્વીચ ઓફ આવતા હોય જેના કારણે અમારે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે યોગ્ય સમયે ખેતરમાં પૂરતું પાણી ન મળતા ખેતીને ભારે નુકસાન થાય છે જેથી આ કારમી મોંઘવારીમાં ઘરનું ગુજરાન ચલાવવુ પણ અઘરું થઈ પડે છે નિતી તાત્કાલિક ગ્રામીણ વિસ્તારના ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં આવે અને નિયમિત વીજળી સપ્લાય ચાલુ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે.

છોટાઉદેપુર તાલુકાના કાકડપા ગામના આગેવાન રાઠવા ગમતાભાઈ નાયકાભાઈ નાના રામપુરા ગામના જાનીયાભાઈ રાઠવા અને મોટા રામપુરા ગામના શંકરભાઈ વિમલાભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે અમારા ગામોમાં નિયમિત વીજળી મળતી નથી ત્રણ માસથી વીજળી એક કલાક પણ સ્થાઈ આવી નથી અને આવે તો લો વોલ્ટેજ આવે છે જેના કારણે મોટરો ચાલતી નથી અને કુવામાંથી પાણી કાઢવામાં ભારે તકલીફ પડે છે સાથે સાથે સરકારી યોજનાનો લાભ અમોને વીજળી ન મળતા મળી શકતો નથી જેના કારણે અમારી આસપાસના વિસ્તારના 14 જેટલા ગામોના 200 જેટલા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વીજળી નિયમિત મળે તે માટે અમો રજૂઆત કરવા આવ્યા છે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here