કોરોનાના વધતા કેસ અને સરકારની SOP ને લઈ રાજારામ ગૌશાળા ખાતે શ્રી ગૌઅમૃત ભાગવત કથા મહોત્સવ મુલતવી

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ગૌશાળાને 21 વર્ષ પૂર્ણ થયા હોઈ ભવ્ય ગૌ અમૃતમ કથા મહોત્સવનું તા.૧૧/૦૧/૨૦૨૨ થી ૧૭/૦૧/૨૦૨૨ સુધી વક્તા પૂજ્ય શ્રી જીજ્ઞેશદાદાના મુખે થી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ૧૫/૦૧/૨૦૨૨ ના રોજ માયાભાઈ આહીર ના ભવ્ય રાત્રી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગામે ગામ થી મહેમાન તેમજ ગૌભક્તોને આમંત્રિત કર્યા હતા. સંપૂર્ણ વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના કેસ વધ્યા છે. કોરોના મામલે સરકારે તાજેતરમાં જ જાહેર કરેલી માર્ગદર્શિકા (SOP) ના અમલની આપણી સહિયારી જવાબદારી છે. ટેટોડા ગૌશાળામાં આયોજીત આ મહોત્સવમાં હજારો માણસો કથામાં પધારવાના હતા. નાગરિકોનું આરોગ્ય ન જોખમાય અને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી શ્રી રાજારામ ગૌશાળાના ટ્રસ્ટ મંડળ તેમજ ગૌભક્તો કથા મહોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.

ગૌશાળામાં ગૌપૂજન તેમજ ગૌમહીમા નું કાર્યક્રમ ચાલુ રહેશે. જેથી ગૌભક્તો ઉત્તરાયણ સુધી ગૌપૂજન કરી શકશે.

શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા તા,ડીસા બનાસકાંઠા ગુજરાત 9724325325

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here