કાલોલ શાકમાર્કેટમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતા દુર્ગંધથી વેપારી અને ગ્રાહકો પરે‌શાન

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ નગરમાં આવેલ અર્બન બેંક પાસે  મેન શાકમાર્કેટની પાસેથી પસાર નથી ગટરનું ગંદુ પાણી ફરી વળતા શાક માર્કેટ ના વેપારીઓ અને ગ્રાહકોને ગંદા પાણી માંથી પસાર થતા પરેસાન ઉપસ્થિત થઈ છે. ગટરનાં ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા સજૉય શકે છે. કાલોલ નગરની ઉભરાતી ગટર મેન બજાર અને દરગાહ પાસેથી પસાર થઈ શાકમાર્કેટ પાસે આ ગટરનું ગંદુ પાણી બહાર નીકળે છે. જે આ ગટર સાફ સફાઇ ન થવાનાં કારણે  ગટરનું ગંદુ પાણી શાકમાર્કેટમાં વહેણની જેમ વહી રહ્યું છે. જેથી હાલની કોરોના પરીસ્થીતી ને ધ્યાન માં રાખી કાલોલ નગર પાલિકા દ્વારા તાત્કાલિક ઉભરાતી ગટરો સાફ સફાઇ કરાવી. આ ગંદકી દૂર કરવા અને ગંદકીને શાકમાર્કેટમાં નિયમિત રીતે સાફ સફાઈ કરી મચ્છરોના ઉપદ્રવ ને રોકી જંતુનાશક  દવા છંટકાવ થાય અને હાલમાં ચાલતી કોરોના જેવી મહામારી દરમિયાન સફાઈ કર્મચારીઓ દ્વારા દરરોજ સફાઈ કરી નગર જનોના સ્વાસ્થયની કેર રાખવા માં આવે તેવી લોક માંગ ઉપસ્થિત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here