કાલોલ વિધાનસભા બેઠક ઉપર ભાજપમાંથી અડધી સદી પાર દાવેદારો….

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા શુક્રવારે ગોધરા ખાતે ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી માટે ઈચ્છુક ઉમેદવારો નાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે કાલોલ બેઠક પર કાલોલ અને ઘોઘંબા તાલુકા માથી પચાસ થી વધુ દાવેદારો એ પોતે ચુંટણી લડવા તૈયાર હોવાની દાવેદારી નોંધાવી હતી. જેમાં વર્તમાન ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને માજી સાંસદ માજી ધારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણ ઉપરાંત ઘોઘંબા અને કાલોલ તાલુકા પંચાયત ના બન્ને પ્રમુખો કાલોલ ધારાસભ્યના પુત્ર ધવલસિંહ ચૌહાણ અને બે માજી ધારાસભ્યો નાં પુત્રો એ પણ ટિકિટ માંગી છે કાલોલ તાલુકાના સંખ્યાબંધ અગ્રણીઓ દ્વારા ટિકિટ માંગવામાં આવી છે. કાલોલ નગર પાલિકા નાં માજી પ્રમુખ, કાલોલ શહેર પ્રમુખ અને વિવિધ મોરચાના હોદેદારોએ ટિકિટ માંગતા કાલોલ નું રાજકારણ ગરમાયું છે. કાલોલ ખાતે પાર્ટી મોવડી મંડળ મહીલા ધારાસભ્ય સુમનબેન ચૌહાણ ને રીપીટ કરશે કે પછી કોઈ નવો ચહેરો આવશે આ બાબત ની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરતા ત્રિપાંખિયો જંગ જામશે એ વાત નકકી છે ત્યારે કાલોલ વિધાનસભા બેઠક પર ભાજપ નો ઉમેદવાર કોણ હશે તે સમયે આવ્યે જ ખબર પડશે. દાવેદારો એ પોત પોતાની રીતે ટિકિટ મેળવવવા નાં સંપર્કો વધારી દીધા હોવાનું જાણવા મળે છે
કાલોલ વિધાનસભા માં ભાજપ નાં દાવેદારો ની યાદિ.
૧ સુમનબેન પ્રવિણસિંહ ચૌહાણ વર્તમાન ધારાસભ્ય
૨ પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ માજી સાંસદ , માજી ધારાસભ્ય માજી મંત્રી
૩ ફતેસિંહ વખતસિંહ ચૌહાણ માજી ધારાસભ્ય રાજગઢ
૪ ડૉ. પરાગ ચંદ્રકાન્ત પંડ્યા ડોકટર સેલ ભાજપ
૫ રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ માજી પ્રમુખ જીલ્લા પંચાયત ગોધરા
૬ મીનાક્ષીબેન ચંદ્રકાન્ત પંડ્યા માજી ચેરમેન મહીલા આર્થિક વિકાસ નિગમ
૭ દલપતભાઈ પુનાભાઈ નાયક
૮ તખતસિંહ પ્રભાતસિંહ ચૌહાણ
૯ વિરેન્દ્રસિંહ ગબભાઇ ચૌહાણ માજી ધારાસભ્ય સ્વ ગબાભાઈ નાં પુત્ર
૧૦ વિજયસિંહ મગનસિંહ ચૌહાણ
૧૧ ચેતનાબેન શીશુનાથસિંહ ઠાકોર જીલ્લા મહિલા મોરચા
૧૨ પ્રતાપસિંહ રામસિંહ રાઠોડ
૧૩ દિપકકુમાર વાસુદેવભાઇ જોશી
૧૪ મહેશકુમાર અનોપસિંહ પરમાર
૧૫ સાલમસિંહ ઉદેસિંહ રાઠોડ
૧૬ વિજયસિંહ મોહનસિંહ રાઠોડ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ
૧૭ ભગવાનસિંહ દલપતસિંહ ગોહિલ
૧૮ હિમ્મતસિંહ કોહ્યાભાઇ બારીયા
૧૯ સંજયસિંહ બકાભાઈ રાઠોડ જીલ્લા ભાજપ મહામંત્રી
૨૦ ભરતભાઈ મુળજીભાઈ બ્રહ્મભટ્ટ માજી સરપંચ ડેરોલ સ્ટે.
૨૧ ગિરવતસિંહ છત્રસિંહ પરમાર માજી તાલુકા પ્રમુખ
૨૨ રાજેશસિંહ બળવતસિંહ પરમાર એડવોકેટ શામળદેવી
૨૩ જસવંતસિંહ મનુભાઈ પરમાર
૨૪ ધવલભાઈ પ્રવિણસિંહ ચૌહાણ સામાજીક આગેવાન વર્તમાન ધારાસભ્યના પુત્ર.
૨૫ વિજયસિંહ અન્દરસિંહ સોલંકી
૨૬ જયેન્દ્રસિંહ રતિલાલ પરમાર શામળદેવી ગ્રા. પંચા માજી સરપંચ
૨૭ જયદેવસિંહ રણજીતસિંહ ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ
૨૮ અમરસિંહ કોયાભાઈ રાઠોડ
૨૯ ઇંદ્રજીતસિંહ અરવિંદસિંહ રાઠોડ માજી ધારાસભ્ય સ્વ અરવિંદસિંહ રાઠોડ નાં પુત્ર
૩૦ તેજસકુમાર અર્જુનસિંહ પરમાર
૩૧ નરવતસિંહ સબુરભાઈ બારીયા
૩૨ ડૉ.વનરાજસિંહ રામસિંહ ગોહિલ કિસાન મોરચા
૩૩ વિક્રમસિંહ પી જાદવ
૩૪ ફતેસિંહ પ્રભાતસિંહ ચૌહાણ
૩૫ ભરતસિંહ ગજેન્દ્રસિંહ પરમાર
૩૬ ગજેન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર
૩૭ મયુરભાઈ પરસોત્તમભાઈ પટેલ માજી સદસ્ય તાલુકા પંચાયત
૩૮ કિરણસિંહ રામસિંહ પરમાર તાલુકા પંચાયત અધ્યક્ષ
૩૯ જયપાલસિંહ રાઠોડ ભીલોડ કિસાન મોરચા
૪૦ રંગેશ્વરીબેન વી. રાઠવા ઘોઘંબા તાલુકા પંચાયત પ્રમુખ
૪૧. ગૌરાંગ છબીલદાસ દરજી કાલોલ શહેર પ્રમુખ
૪૨ અતુલકુમાર કાંતિલાલ પટેલ સંગઠન સદસ્ય
૪૩ ઉદેસિંહ રાયજીભાઈ બારીયા
૪૪ નીલાબેન સુરેશભાઈ પટેલ માજી પ્રમુખ તાલુકા પંચાયત
૪૫ કમલેશભાઈ વાડીલાલ પંચાલ માજી નગર પાલિકા પ્રમુખ
૪૬ ગજેન્દ્રસિંહ મહિપતસિંહ ચૌહાણ
૪૭ કેસરભાઈ વગલસિંહ રાઠવા
૪૮ નરવતસિંહ જેસીંગભાઇ બારીયા
૪૯ ભારતસિંહ દામાભાઈ બારીયા
૫૦ કૈલાસબેન ઘનશ્યામભાઈ પરમાર .આરોગ્ય સમિતિ ચેરમેન ઘોઘંબા
૫૧ કીરણસિંહ કાંતિભાઈ સોલંકી
૫૨ નરેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ માજી તાલુકા પંચાયત પ્રમુખ હાલ તાલુકા ભાજપ પ્રમુખ
૫૩ અશ્વીનભાઈ પટેલ જીલ્લા ભાજપ પ્રમુખ
૫૪ રશમિકાબેન પટેલ માજી પ્રમુખ જીલ્લા પંચાયત ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here