કાલોલની પુરવઠા કચેરી સતત બંધ રહેતા કાર્ડ ધારકોને ધરમ ધક્કા! દુર દુરથી આવતા ગ્રામજનો પરેશાન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના નાયબ મામલતદાર પુરવઠા ની કચેરી છેલ્લા બે ત્રણ દિવસ થી સતત બંધ રહેતા તાલુકામાંથી
કાર્ડ માટે આવતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે નાયબ મામલતદાર પુરવઠા અને તેઓનો સ્ટાફ વિકસીત સંકલ્પ યાત્રા મા હાજર રહેતા હોવાથી કચેરી ખાતે હાજર રહેતા નથી પરિણામે નવા કાર્ડ, કાર્ડ વિભાજન, નામ સુધારો જેવા સરકારી કામો માટે આવતા ગ્રામજનો ને ધક્કા ખાઈ પાછુ જવાનુ થાય છે પુરવઠા કચેરી સતત બંધ રહેવાથી અને કાલોલ પુરવઠા ગોડાઉન મેનેજર ની ધરપકડ થયા બાદ ગોડાઉન પણ સતત બંધ જોવા મળી રહેલ છે ત્યારે કાલોલ પુરવઠા વિભાગ ના અધિકારીઓ વિકસિત સંકલ્પ યાત્રા માં જતા હોવાને કારણે કચેરી બંધ રાખતા હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા ગામે ગામ ધરે બેઠા સરકારી યોજનાઓ નો લાભ આપવા વિવિઘ યાત્રાઓ કાઢી બહોળો પ્રચાર પ્રસાર કરવામા આવે છે પરંતુ ઘર આંગણે તાલુકા કક્ષાએ જરૂરિયતમંદ કાર્ડ ધારકોને ધક્કા ખાવા પડે છે જે વિકસિત સંકલ્પ યાત્રા ની આડ અસર કહી શકાય. ત્યારે વહીવટી તંત્ર દ્વારા યાત્રા પણ ચાલુ રહે અને તાલુકા ની કચેરીઓ પણ કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here