કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ વેકસીનેશન મહાઅભિયાન પ્રોગ્રામનો શુભારંભ કાલોલ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય આદરણીય સુમનબેન ચૌહાણની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ રેફરલ હોસ્પિટલમાં મહા અભિયાન પ્રોગ્રામ કાર્યક્રમ માં નાયબ કલેક્ટર મેડમ Res.અમિતાબેન પારગી,પંચમહાલ જિલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય અશ્વિનભાઈ પટેલ, કાલોલ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, વેકસીનેશન સેલ ના કન્વીનર ડો.યોગેશભાઈ પંડ્યા એ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને શોભાયમાન બનાવ્યો હતો.આ પ્રસંગે આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા કાલોલ નગરપાલિકા વિસ્તાર ની પ્રાથમિક શાળાના આચાર્ય/ શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.બ્લોક હેલ્થ ઓફિસર દોશી તથા કાલોલ બી.આર.સી કો.દિનેશભાઇ પરમાર તથા કાલોલ સ્થાનિક બંને સીઆરસી કો .ઓ.કાલોલ કુમાર અને કાલોલ કન્યા તથા કાલોલ કુમાર શાળા ના આચાર્ય ના સંયુક્ત સંચાલન દ્વારા કાર્યક્રમ સફળ બન્યો હતો.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કાલોલ કુમાર શાળા ના આ.શી. જયદીપભાઈ દવારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here