કાલોલ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રી-મોન્સૂન કામગીરીને લઈ સંકલન બેઠક યોજાઇ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજરોજ કાલોલ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાલોલ તાલુકાના લાયઝન અધિકારી અને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર, પંચમહાલ-ગોધરા ફાલ્ગુન પંચાલ ના અધ્યક્ષ સ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત પ્રિ-મોન્સુન કામગીરી લઈ સંકલન બેઠક યોજવામાં આવી.

જેમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણી અને તેનો નિકાલ,મેડિકલ સહાય બાબતે,જર્જરિત મકાનોની માહિતી વગેરે મુદાઓની ચર્ચા કરવામાં આવી.

આજની આ બેઠકમાં જુદા-જુદા વિભાગો ના ઉપસ્થિત અધિકારી, કર્મચારીઓને તેઓના વિભાગને લગતી પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા સૂચના અને માર્ગદર્શન આપી કરેલ કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here