ધો 10 ના પરિણામોમાં નર્મદા જિલ્લાના TOP 5 માંથી 2 વિદ્યાર્થીઓ સાથે અગ્રેસર રહેતી શાળા શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ (નોન ગ્રાન્ટેડ),રાજપીપલા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સતત 5 વર્ષથી Toppers ની સાથે સાથે ઉત્કૃષ્ટ પરિણામ આપતી જિલ્લાની સંસ્થા તરિકે શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ મેળવતી નામના

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલ ધો 10 ની પરિક્ષા ના પરિણામો જાહેર થતાં રાજપીપળા ની શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ શાળા પરિણામો ના મામલે ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે,
શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ (નોન ગ્રાન્ટેડ) શાળાનું 2023 નુ પરિણામ 96.55 ટકા આવતાં વિધાર્થીઓ વાલીઓ માં આનંદ ની લહેર છવાઈ હતી. શાળા માં અભ્યાસ કરતા ધો.10 નાં બે વિધાર્થીઓ નર્મદા જીલ્લા ના જે ટોપ ફાઇવ વિદ્યાર્થી પાસ થયા તેમા સમાવેશ પામ્યા છે.

નવદુર્ગા હાઈસ્કૂલ ના
ખત્રી આદિત્ય પરેશકુમાર A1 ગ્રેડ PR.99.38 પર્સેન્ટાઇલ સાથે નર્મદા જીલ્લા માં ત્રીજા ક્રમે ઉત્તિર્ણ થયા છે , જયારે
પટેલ ક્રિશકુમાર સચિનભાઈ
A2 ગ્રેડ PR.99.08 પર્સેન્ટાઇલ સાથે નર્મદા જીલ્લા માં પાંચમા ક્રમે ઉત્તિર્ણ થયા છે.

છેલ્લા 5 વર્ષનું શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ ( નોન ગ્રાન્ટેડ)નું પરિણામ
માર્ચ 2023 – 96.55 %
માર્ચ 2022 – 100 %
માર્ચ 2021 – 100 %
માર્ચ 2020 – 100 %
માર્ચ 2019 – 85.71 % ખુબજ સંતોષકારક રીતે આવતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ શાળા ઍક આદર્શ બની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here