કાલોલ તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઇ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના મંડળના પદાધિકારીઓની બુથ સશક્તિકરણ અને શક્તિ કેન્દ્રોની સહ રચના ની કામગરી અને અગામી કર્યો માટે તાલુકા પંચાયતનાં હોલમાં બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અસ્વિનભાઈ પટેલ દ્વારા બેઠકમાં ઉપસ્થિત સક્રિય કાર્યકરોને પાર્ટીના આદેશ અનુસાર બુથ સશક્તિકરણ અને શક્તિ કેન્દ્રોની આગામી કામગીરી અંગેનાં સૂચન પ્રમાણે કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર બેઠકમાં પાર્ટીના જિલ્લા પ્રમુખ અસ્વિનભાઈ પટેલ, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, કાલોલ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ ગોહિલ, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here