નર્મદા જીલ્લાના ડીસ્ત્રિક્ટ જજ એ. આર. પટેલની બદલી થતાં બાર એસોસિયેશનનો વિરોધ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

માત્ર 6 મહિના પહેલા જ નર્મદા જીલ્લા ડીસ્ત્રિક્ટ કોર્ટ ના જજ નો હવાલો સંભાળતા જ બદલી ને વકીલો એ અયોગ્ય ઠેરવી વિરોધ નોંધાવી ઠરાવો કર્યાં

નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોશીએશનની બાર રૂમ ખાતે બોલાવાયેલ મીટીંગમાં હોદેદારો સહીત બાર એશોસીએશનના હાજર રહેલા સભ્યશ્રીઓએ ડીસ્ટ્રીકટ જજ એ.આર.પટેલ સાહેબની અચાનક થયેલ ટ્રાન્સફર બાબતે વિરોધ નોંધાવતા નીચે મુજબનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવેલ છે.

ડીસ્ટ્રકીટ જજ પટેલ સાહેબ ખુબ જ સરળ અને સતત કાર્યશીલ રહેતા ખુબ જ ઉમદા જજ સાહેબ છે. તેઓ હંમેશા સહાનુકુળ તથા અનુકુળ સ્થિતિને સતત ધ્યાનમાં રાખી નર્મદા જીલ્લા ડીસ્ટ્રીકટ કોર્ટની સંપુર્ણ ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહયા છે. તેઓ હજી ૬ મહીના અગાઉ જ નર્મદા ડીસ્ટ્રીક્ટ કોર્ટના પ્રિન્સી. ડીસ્ટ્રીક્ટ જજ તરીકે ચાર્જ સંભાળેલ જો આવા ટુંકાગાળાના સમયમાં જજ તેઓની ટ્રાન્સફર થતી રહેશે તો કાર્યપ્રણાલીમાં પણ સ્થિરીકરણ આવી શકશે નહીં જેનાથી ત્વરીત ન્યાયમાં વિક્ષેપ પડે છે તેમજ કેસોનું ભારણ વધે છે. તેઓએ ખુબજ ટુંકા ગાળામાં ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટનની કામગીરી ખુબ જ સરળતાથી તેમજ સારી રીતે પાર પાડેલી. ત્યારબાદ નવી ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગની વ્યવસ્થાપન ગોઠવવામાં ખુબજ ટુંકા સમયમાં બાર અને બેન્ચ વચ્ચે સંકલન રાખીને સફળતા પુર્વકની કામગીરી કરેલ છે. હજી ઘણી વ્યવસ્થાઓ નવી કોર્ટ બિલ્ડીંગમાં કરવાની બાકી છે. નવી કોર્ટ બિલ્ડીંગમાં મહતમ કામગીરી પુર્ણ કરેલ હોય અને બાકીની કામગીરી સાહેબના અધ્યક્ષ પણામાં ઘણી સફળતા પુર્વક પુર્ણ થઈ શકે તેમ છે. તેઓ બાર અને બેન્ચ વચ્ચે યોગ્ય સંકલન કરી સરળતાપુર્વક સમગ્ર કામગીરી પાર પાડી શકે તે હેતુથી પણ તેઓશ્રીની હાલમાં થયેલ ટ્રાન્સફર રોકવામાં આવે એવી સખત રજુઆતો થયેલ છે. એ સાથે એન.ડી.બી.એ.ના સભ્ય ઓ જણાવે છે કે તેઓ જયુડીશ્વરીની કામગીરીમાં પણ જુનીયરોને પ્રોસીજર તેમજ રજુઆતો યોગ્ય રીતે કરી શકે તેવો માહોલ પુરો પાડે છે. હવે જયારે તેઓની નિવૃતીના અલ્પ મહિના બાકી રહેલ છે ત્યારે બાકીનો સમય અત્રેજ પુર્ણ કરે તે અમો સર્વાનુમતે ઠરાવીએ છીએ. આદીવાસી વિસ્તાર એવા નર્મદા જીલ્લામાં પોતાની આગવી શૈલીથી સૌના સાથ તથા સહકારથી જે કાર્ય તેઓ ધ્વારા કરવામાં આવે છે. તેને પણ ધ્યાને લઈ નિવૃતી સમય અત્રે પુર્ણ થાય તેવી અમો નર્મદા જીલ્લા બાર એસોશીએશનના સભ્ય ઓ આ સાથે નામ.હાઈકોર્ટ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે નામ.હાઈકોર્ટ પાસેથી કોઈપણ માંગણી કરેલ નથી. આ અમારી પ્રથમ વખતની રજુઆત છે ,
અને જે રજુઆતને નામ.હાઈકોર્ટે માન્ય રાખશે એવી આશા રાખીએ છીએ, જે માટે નીચે મુજબના ઠરાવ કરવામાં આવ્યા હતા જેમાં

૧. આજે બપોરે ૩ વાગ્યા સુધી નામ.ાઈકોર્ટના ચીફ જસ્ટીસ સાહેબશ્રી, નામ.યુનીટ જજ સાહેબશ્રીનાઓને તથા માન. રજીસ્ટ્રારશ્રીનાઓને મેઈલ મારફતે તેમજ નર્મદા જીલ્લાની તમામ કોર્ટમાં ઠરાવની લેખીતમાં જાણ કરવામાં આવે છે.

૨. નર્મદા જીલ્લા બાર એસોશીએશનની મળેલ મીટીંગમાં સર્વાનુમતે ઠરાવવામાં આવે છે કે બપોરે ૩ વાગ્યાથી જયા સુધી ડીસ્ટ્રીકટ જજ સાહેબશ્રી એ.આર. પટેલ સાહેબીન ટ્રાન્સફર રદ કરવામાં ન આવે ત્યા સુધી અચોકકસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવે છે.

૩. સદરહું હડતાલના સમય દરમ્યાન જામીન અરજી સીવાયના તમામ કામોથી એન.ડી.બી.એ.ના તમામ સભ્યો ઘ્વારા ચલાવવામાં આવશે નહીં.

૪. સદરહું ઠરાવની નકલ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને પણ મોક્લવામાં આવશે. ઠરાવના અમલીકરણ દરમ્યાન કેસોના જે તે સ્ટેજ યથાવત રાખવા તેમજ વોરંટો નક્કી કાઢવા મહેરબાની કરશો જી. ૫. સદરહું ઠરાવનું અમલીકરણ બીજો ઠરાવ ના થાય ત્યા સુધી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here