ઓમિક્રોનની દહેશતને લઈ ધોરાજી ઉપલેટા અને જામકંડોરણામાં વિદેશથી લોકો આવતા તંત્ર દોડતું થયું

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી ના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ મીડિયા ને આપી જાણકારી
ધોરાજી ઉપલેટા જામકંડોરણા માં 17 જેટલા લોકો વિદેશ થી આવતા તંત્ર માં દોડધામ
ભારત બહાર થી ધોરાજી માં 7 જામકંડોરણા માં 7 અને ઉપલેટા માં 3 લોકો આવતા તંત્ર હરકત માં
ધોરાજી ના ડેપ્યુટી કલેકટર ની સૂચના થી આરોગ્ય વિભાગ દોડતું થયું
વિદેશ થી પરત ફરેલા તમામ લોકો નું આર ટી પી સી આર ટેસ્ટ કરવામાં આવ્યું
તમામ ના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર એ રાહત નો શ્વાસ લીધો
તમામ ને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા
વિદેશ થી આવેલ તમામ લોકો પર નજર રાખવા પોલીસ તંત્ર ને પણ ડેપ્યુટી કલેકટર એ આપી સૂચના
વિદેશ થી આવતા લોકો ની સાથે એમના પરિવાર જનો ના પણ આર ટી પી સી આર ટેસ્ટ કરવામાં આવ્યા
વિદેશ થી આવેલ લોકો માં અને એમના પરિવાર જનો માં કોઈ પણ જાત ના કોરોના ના લક્ષણ જોવા ના મળતા તંત્ર એ રાહત નો શ્વાસ લીધો
સાત દિવસ બાદ તમામ ના આર ટી પી સી આર ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ આવશે બાદ તમામ ને સેલ્ફ આઇસોલેટ કરવામાં આવશે
ધોરાજી માં કુલ 7 લોકો માથી પાંચ લોકો દુબઈ થી એક કેનેડા થી અને એક અમેરિકા થી આવેલ છે
જામકંડોરણા તાલુકા માં કુલ સાત લોકો આવ્યા છે જેમાં ત્રણ યુકે થી અને ચાર લોકો દુબઈ થી આવ્યા છે
ઉપલેટા તાલુકા માં આફ્રિકા ના તાંઝાનિયા થી બે નાગરિકો આવ્યા છે
અને એક કેનેડા થી અને જેઓ ના પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની વિગત ગૌતમ મિયાણી ડેપ્યુટી કલેકટર ધોરાજીએ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here