કાલોલ તાલુકાની રામનાથ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ટ્રેક સુટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

રામનાથ ગામના વતની અને હાલ યુ કે રહેતા મૌલિક વિજયભાઈ પટેલ તરફથી તેમના પુત્ર ના જન્મ દિવસ નિમિતે બાળકો ને ગણવેશ અને આંગણવાડી કેન્દ્ર ના તમામ બાળકો ને સ્ટીલ ની ડીશ આપવામાં આવી તેમજ હાલ લંડન માં રહેતા પૂર્ણિમા બેન તરફથી શાળા ના તમામ બાળકો ને ટ્રેક સુટ અને તિથિ ભોજન આપવા માં આવ્યુ હતુ આ પ્રસંગે કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વિરેન્દ્રસિંહ પરમાર ગામના વતની અને હાલ મેહેલોલ માધ્યમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા મનહરભાઈ દાતા ના ભાઈ. પાર્થભાઈ પટેલ ,જયેશભાઈ પટેલ ગોધરા થી બાળકો માટે 5 સ્ટાર ચોકલેટ લઈ આવનાર જીગરભાઈ અને smc સભ્યો અને વાલી ગણ ઉપસ્થિત રહ્યા હતા શાળા ના શિક્ષકો અને આચાર્યો તેમજ એસ એમ સી રામનાથ પરિવાર દાતાઓ નો આભાર માની બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here