કાતોલ ગામે તંત્રના આશીર્વાદથી નદીમા બેફામ રેતી ખનન. સ્થાનીક અને જીલ્લા તંત્રને જાણ કરવા છતા કોઈ પગલા નહી…

કાલોલ, (પંચમહાલ)  મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના કાતોલ ગામે ગોમા નદીમાંથી બેફામ રેતી ખનન કરવામાં આવી રહ્યુ છે છેલ્લા ત્રણ દિવસથી સતત ત્રણથી ચાર ટ્રેક્ટરો મારફતે નદીમાંથી ખુલ્લેઆમ રેતી ભરી જવામાં આવે છે સ્થાનિક નાગરિકો અને મીડિયા દ્વારા આ બાબતે મોબાઈલ ફોન વડે જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને જાણ કરી લોકેશન બનાવવાની જવાબદારી લેવા છતાં પણ જીલ્લા ખાણ ખનીજ વિભાગના કોઈ અધિકારીઓએ આ ખનન બંધ કરાવવા આવવાની તસ્દી લીધી નથી. મામલતદાર કચેરીએ પણ જાણ કરાતા તેઓએ પણ આવવાનુ ટાળ્યુ છે.વધુમાં કાલોલ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓને પણ ફોન કરી આ રેતી ખનન બંધ કરાવવા જણાવવા છતા જુદા જુદા બહાના હેઠળ કોઈ કાર્યવાહી કરી નથી સ્થાનીક ગ્રામ પંચાયત દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્પષ્ટ જણાય છે કે વહીવટી તંત્ર ના સહકાર થી જ આ રેતી ખનન થઈ રહ્યુ છે. તંત્રના અધિકારીઓ સારી રીતે જાણે છે કે આ રેતી કોણ કાઢી રહ્યુ છે પણ ભાગ બટાઈ કરી હોવાથી કોઈ આવવા તૈયાર નથી. વધુમા જે સમયે કોઇ અધિકારીને રજુઆત કરવામાં આવે છે તે જ સમયે આશ્ચર્યજનક રીતે બંધ કરી દેવામાં આવે છે અને ટ્રેક્ટર અને સલામત જગ્યાએ મૂકી દેવામાં આવે છે જેથી તંત્ર ફૂટલું હોવાની શંકાઓ સ્પષ્ટ થાય છે.આ સ્થળે તપાસ કરતા મોટા મોટા ખાડા કરીને રેતી ઉલેચી લેવામા આવી છે અને કેટલાક વૃક્ષો ને પણ જડમૂળ થી ઉખેડી નાખી રેતી ખનન કરવામાં આવ્યુ છે. પર્યાવરણ ને ગંભીર નુકશાન કરતા આવા રેતી ખનન કરતા તત્વો ને ખુલ્લી છુટ આપનાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા અને આ ગેરકાયદેસર રેતી ખનન તાકીદે બંધ કરાવવા ની જરૂર છે અન્યથા મીડિયા દ્વારા ખનન માફીયાઓ અને તેમને છાવરનારા અધિકારીઓ ના નામો સાથે ની વિગતો આગમી સમયમા પ્રસિદ્ધ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here