નસવાડી : કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રામાં જનમેદની ઉમટી… નવયુવાનો ઉત્સાહભેર જોડાયા…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકામાં કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા મસમોટી સંખ્યામાં નીકળી હતી યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ ભાખા ગામથી કરવામાં આવી હતી અને રસ્તામા જેટલા ગામો આવતા હતા ત્યાંથી યુવાનો મોટી સંખ્યામાં જોડાતા ગયા હતા અને રેલી જોત જોતામાં બહુ મોટી સંખ્યા જોવા મળી હતી અને આ યાત્રા ધામસીયા મુકામે પોહચી હતી અને ત્યાં એક સભાનુ આયોજન થયુ હતુ જેમાં કોંગ્રેસ આવશે અને નવસર્જન લાવશે અને હવે નવા સર્જનની જરૂર છેજ કારણ કે આ મોંઘવારી ગરીબોના જીવ લઈ લેશે અને યુવા પરિવર્તન યાત્રા યુવાનો નો હુંકાર અને પરિવર્તન થી જ થશે સપના સાકાર ના બેનરો સાથે કોંગ્રેસમાં યુવાધન જોડાયો હતો અને યાત્રામાં લગભગ ૫૦૦ જેટલી બાઈક જોવા મળી હતી અને જનમેદની મોટી સંખ્યામાં ઉભરાઈ હતી અને ભાજપ ને નિશાન બનાવી કોંગ્રેસને જીતાડવાની જાહેરાત કરવામાં આવી હતી.

આવેલ કોંગ્રેસના દરેક નેતાઓએ હવે ધીરુભાઈ ભીલને જીતાડવાની વાત કરી હતી અને આ મોંઘવારીએ ગરીબ આદિવાસી સમાજનું જીવવાનું મુશ્કેલ કરી દીધુ છે હવે આ મોંઘવારીમાં છોકરાઓને ભણાવવાની વાત તો દૂર પણ ભોજન લેવાનું પણ મુશ્કેલ કરી દીધું છે હવે યુવાધન જાગી ગયુ છે હવે પરિવર્તન આવશે તોજ આ મોંઘવારીથી છુટકારો મળશે ખાવાની ચીજ વસ્તુઓમાં જી એસ ટી દૂધ માં જી એસ ટી આ બધુ કેટલે અંશે વ્યાજબી છે તો હવે એકજ રસ્તો છે પરિવર્તન તેવી લોક ચર્ચાઓ થતી હતી અને કોંગ્રેસની સરકાર આવશે એટલે આ તમામ મુદ્દાઓ પર અમલ કરવામાં આવશે જેમાં પ્રત્યેક ગુજરાતીને ૧૦ લાખ સુધીની મફત સારવાર કરાવવાની જવાબદારી સરકારની રહેશે દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે દૂધ ઉત્પાદકોને દરેક લીટર ઉપર પાંચ રૂપિયાની સબસીડી આપવામાં આવશે ગુજરાતમાં ૩૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખોલવામાં આવશે ખેડૂતોને ૩લાખ રૂપિયા સુધીનુ દેવુ માફ વીજળી બીલ માફ સામાન્ય વીજ વપરાશકારોને ૩૦૦યુનિટ વીજળી મફત અપાશે ગુજરાતના જે ૩લાખ પરિવારોએ પોતાના સ્વજનોને કોરોના મહામારીમા ગુમાવ્યા છે.

તેઓને ૪લાખ રૂપિયાનું કોવિડ વળતર આપવામા આવશે સરકારી નોકરીઓમાં કોન્ટ્રાકટ પદ્ધતિ સંપૂર્ણ નાબૂદ થશે ગુજરાતમાં ૧૦ લાખ યુવાનોની ભરતી કરવામાં આવશે અને બે રોજગાર યુવાનોને પ્રતિમાસ ૩૦૦૦રૂપિયા નું બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે આ મુદ્દાઓ પર સરકાર કાયમ રહેશે અને આ યાત્રામા યુવા હોદ્દેદારો કાર્યકરો તથા ધીરુભાઈ ભીલ તથા વિરોધપક્ષ ના નેતા સુખરામભાઈ રાઠવા તથા જગુદાદા તથા યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા તથા કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવદન સિંહ ગોહિલ તથા કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here