કાલોલ ખાતે પક્ષીઓના પાણીની વ્યવસ્થા માટે વિનામૂલ્યે ૫૦૦ જેટલી જલકુંડી વિતરણ કાર્યક્રમ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંખી ને પાણી…….અબોલા ને વાણી

આવો અબોલા જીવો માટે પાણીની પરબ બંધાવીને તેમની આંતરડી ને ઠારીએ

ઉનાળા ની અસહ્ય કાળઝાળ ગરમી ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અબોલ પક્ષીઓ પાણીથી તરફળે નહી અને પાણી સરળતા થી પાણી દરેક ઘરે જલકુંડી જલ્દી ભરેલી હોય તો નિરાંતે પક્ષીઓ જલપાન કરી શકે એવા ઉમદા હેતુ થી જીવદયાપ્રેમી કાર્યક્રમ અંતગર્ત જલકુંડી નું વિતરણ”શાંતનુ સેવા મંડળ – વડોદરા” અને ”શ્રી ભગિની સેવા મંડળ કાલોલ”દ્વારા અનુમોદક દાતા મીતેષભાઈ (ધનલક્ષમી રાઇસ મીલ) તરફ થી રવિવારે
સવારે ૧૦.૦૦ કલાકે શ્રી ભગિની સેવા મંડળ કોમ્યુનિટી હોલ સિધ્ધનાથ મહાદેવ સામે જલકુંડી વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મહાદેવ ફળિયા, હનુમાન ફળિયા, ગાંધી ફળિયા, કાછીયાવાડ, રણછોડજી મંદિરની આસપાસ સોનીફળિયા , નાગરવાડા , શેઠફળિયા , ચબુતરા ફળિયા, ત્રણફાણસ થી મહાલક્ષ્મી મંદિર સુધી ના વિસ્તાર માં વિનામુલ્યે ૫૦૦ નંગ માટી ની જલ-કુંડી નું વિતરણ કર્યું આ દિવસે “શાંતનુ સેવા મંડળ”-વડોદરા ના પ્રતિનિધિ ભાઈ-બહેન, અને”શ્રી ભગિની સેવા મંડળ” કાલોલ ના પ્રતિનિધિ સભ્યબહેનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here