નર્મદા LCB પોલીસે તિલકવાડા તાલુકાના અગર ગામ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીને ઝડપી પાડયો

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

મોટરસાઈકલ ઉપર દારુ લઇ પસાર થતો એક આરોપી ફરાર -80 હજારનો મુદ્દામાલ જપ્ત

નર્મદા જીલ્લામા દારૂનો જથ્થો મોટા પ્રમાણમા અન્ય રાજ્યોમાંથી ધુસાડવા મા આવે છે , પરંતુ નર્મદા જીલ્લા પોલીસ તંત્ર જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચના અને માર્ગ દર્શનથી દારૂના દુષણ ને દુર કરવા માટે હંમેશા સજ્જ હોય છે. ત્યારે નર્મદા જીલ્લા LCB પોલીસે બાતમી ના આધારે તિલકવાડા તાલુકા ના અગર ગામ પાસે થી મોટરસાઈકલ ઉપર સપ્લાય થતો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડયો હતો અને એક આરોપી ની અટકાયત કરી હતી જયારે એક ફરાર થયો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી નર્મદા જીલ્લા LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ પટેલ ના સુપરવિઝન હેઠળ પોલીસ જવાનો કિરણભાઈ રતિલાલ અને રાકેશ કેદારનાથ નાઓને પોતાના બાતમીદારો દ્વારા જાણવા મળેલ કે એક પલ્સર મોટરસાઈકલ નંબર GJ 34 k 1952 ઉપર થેલા મા વિદેશી દારૂ નો જથ્થો ઉતાવલી ચોકડી તરફ પસાર થવાનો છે , આ બાતમી ના આધારે નર્મદા એલ.સી. બી. પોલીસ અગર ગામ ખાતે બાતમી ના આધારે વૉચ મા ગોઠવાઇ હતી ત્યારે બાતમી મુજબ ની મોટરસાઈકલ આવતા તેને રોકવા ઇશારો કરતા મોટરસાઈકલ સવારે મોટરસાઈકલ ઉભી રાખેલ નહોતી અને પુરપાટ ઝડપે પસાર થઇ ગયો હતો , જેથી પોલીસે તેનો પીછો કરતા મોટરસાઈકલ સવાર મોટરસાઈકલ ઉભી રાખી પોતે ફરાર થઈ ગયો હતો , પોલીસે મોટરસાઈકલ પાછળ બેસેલા ભાવેશભાઇ બચુભાઈ ડુંગરાભીલ રહે. તણખલા તા. નસવાડી જી. છોટાઉદેપુર નાઓને ઝડપી પાડયો હતો. પોલીસ ને તેની પાસે ના થેલા માંથી વિદેશી દારૂ ના 60 હૉલ કિંમત રુપિયા 30 હજાર અને મોટરસાઈકલ કિંમત રુપિયા 50 હજાર મળી કુલ 80 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલા આરોપી ની પુછપરછ કરતા આ દારૂ ના વેપલા સાથે દિનેશ ઉર્ફે રાજુ દિતયાભાઇ ડુંગરાભીલ રહે. તણખલા તા. નસવાડી સહિત દિનેશ સુંગાભાઈ ડુંગરાભીલ રહે. કુકરદા નાઓની સામે પણ ગુનો નોંધી તેઓને દારૂ ના વેપલા મા વોન્ટેડ જાહેર કર્યા હતા.
વિદેશી દારૂ ના આ મામલે તિલકવાડા પોલીસ મથકમાં ગુનો નોંધી ફરાર આરોપીઓ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here