કાલોલ ઈન્ચાર્જ મામલતદારનો ભૂમાફિયા ઉપર સપાટો… છગનપુરાથી રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટરો ઝડપી પાડયા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના ઈન્ચાર્જ મામલતદાર મનોજ મિશ્રા દ્વારા ગુરૂવારના સવારથી જ કાલોલની ગોમા નદીમાંથી રેતી કાઢતા ભૂમાફિયાઓ અને ખાણ માફિયાઓ ઉપર સપાટો બોલાવેલ કાલોલ તાલુકાના છગનપુરા દેલોલ ખાતેથી રેતી ભરેલા અને પાસ પરમીટ વગર ના ત્રણ ટ્રેક્ટરો ઝડપી પાડી કાલોલ મામલતદાર કચેરી ખાતે લઇ આવી અસરકારક કામગીરી કરતા ગેરકાયદેસર રીતે રેતી કાઢતા માફિયાઓ માં ફફડાટ ફેલાઈ ગયો હતો ત્રણ ટ્રેકટરો પૈકી એક નીરવકુમાર ગૌતમભાઈ પટેલ સરપંચ રામનાથ નું હોવાનું બહાર આવ્યું છે. અન્ય એક ટ્રેકટર મહિપતભાઈ વાડીલાલ રાઠોડ અને મનહરભાઈ નારણભાઈ પટેલ એમ કુલ ત્રણ ટ્રેકટરો રેતી ભરેલ કબજે કરી મામલતદાર કચેરીમાં લાવવામાં આવ્યા હતા. ખનન માફિયાઓને બચાવવા માટે મામલતદાર ને કેટલાક રાજકારણીઓએ પણ ફોન કરીને ઢીલું મૂકી દેવા માટે સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે. પરંતુ ઈન. મામલતદારે કોઈ રાજકારણી ની વાત ધ્યાને લીધા વગર કાયદેસર કાર્યવાહી કરી પંચમહાલ જિલ્લા ભૂસ્તશાસ્ત્રી ને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.ઈનચાર્જ મામલતદાર દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરતા બે નંબરી તત્વો માં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here