કાલોલ આઇ.ટી.આઇ.માં સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર/આસિસ્ટન્ટ સ્ટોર કિપર (વર્ગ-૩) કર્મચારીઓએ ગ્રેડ-પે બાબતે ચલાવ્યું પોષ્ટકાર્ડ અભિયાન

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ-૩ દ્વારા સરકારશ્રી સામે પડતર છે એવા મુખ્યત્વે બે મુદ્દા જેમા ગ્રેડ-પે અને ૨૦૦૧ની ભરતીના સળંગ બે વર્ષ ગણવા. જેની અનેકવાર રજુઆત છતા આજદિન સુધી નિરાકરણ ન થવાના કારણે કર્મચારીઓના આર્થિક હિતોનુ નિરાકરણ ન આવે ત્યા સુધી વિવિધ કાર્યક્રમો આપવાનુ આયોજન કરવામા આવેલ છે. જે અન્વયે કાલોલ આઇ.ટી.આઇ. તેમજ પંચમહાલ જિલ્લાની તામામ આઇ.ટી.આઇ ના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર/આસિસ્ટન્ટ સ્ટોર કિપર (વર્ગ-૩) ના લગભગ ૨૫૦ કર્મચારીઓએ પોતાના આર્થિક હિતના પ્રશ્નોનું નિરાકરણ તેમજ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાઈ તેવી અપેક્ષા સાથે પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here