કાલોલમા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ મટકી ફોડ, ભજન અને ગરબાનો કાર્યક્ર્મ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ શહેર અને તાલુકામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા કાલોલ તાલુકાના રામનાથ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો તેમજ ગરબા અને ભજન ગાઈ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરાઇ કાલોલ ના નવાપુરા ફળિયામાં મટકી ફોડ કાર્યક્રમ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ડીજે ના તાલે ઉજવ્યો હતો શ્રી ગોવર્ધન નાથજી ની હવેલી ખાતે વિવિઘ દર્શન નો લાભ વૈષ્ણવો એ લીધો હતો રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા બીજા દિવસે નંદ મહોત્સવ અંતર્ગત પલના ના દર્શન યોજાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here