ધોરાજી તાલુકાના સુપડી ગામમાં રોગચાળાએ ભરડો લીધો… તાવ શરદી ઉધરસ સહિતના રોગોમાં વધારો થતા લોકોમાં ભયનો માહોલ…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી તાલુકાના સુપડી ગામ માં રોગચાળા એ ભરડો લીધો છે, નાના એવા ગામમાં રોજ તાવ શરદી ઉધરસ સહિતના રોગો માં વધારો થતો જાય છે, તેમાં પણ છેલ્લા એક મહિનાથી ગામમાં ચિકન ગુનિયાના રોગે માજા મૂકી છે ગામના ઘરે ઘરે ચિકન ગુનિયા રોગના દર્દીઓ જોવા મળે છે, સાથે સાથે ગામના આરોગ્ય કેન્દ્ર માં પણ ચિકન ગુનિયાના દર્દીથી ઉભરાઈ રહ્યું છે અહીં દર્દીની એક પથારી ઉપર બે બે દર્દીને સુવાડવામાં આવે છે અહીં દર્દી માટે જગ્યા નથી ત્યારે આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા તો આ રોગ માત્ર વાયરલ જન્ય જ હોય તેવું ગાણું ગાવામાં આવી રહયું છે, અને જો રિપોર્ટ કરવામાં આવે તોજ ચિકન ગુનિયાની જાણ થાય છે ત્યારે ડોક્ટર દ્વારા આવા દર્દીના રિપોર્ટ કરવામાં પણ નથી આવતા માત્ર સામાન્ય રિપોર્ટ કરી ને સંતોષ માનવામાં આવે છે, જયારે ગામ લોકોના મતે તો અહીં ઘરે ઘરે ચિકન ગુનિયાના દર્દીઓ જોવા મળે છે, જયારે ગામની સફાઈની હાલત જોવા જઈ તો ગામમાં ઠેક ઠેકાણે ગંદકી અને સુધ પાણી નથી તે પણ જોવા મળે છે અને સફાઈનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે જયારે આ બાબતે જવાદાર અધિકારી ની સુપેડી ગ્રામ પંચાયત કચેરી ને પણ બાર ત્રીસ ના સમય ની આજુબાજુ અલીગઢ નુ તાળુ મારેલી હાલત મા જોવા મળીયુ હતુ ત્યારે સુપેડી ના સરપંચ નો સપંરક કરતા સુપેડી સરપંચે એવુ કીધુકે મને તેમા કાયપણ બોલતા નો આવદે ત્યારે કોઈ જવાબ આપવા તૈયાર નથી થતા ત્યારે જનતા નુ કોણ અને જનતા પાસે તગદો વેરો સુકામે લેવા મા આવેછે અને બધું સલામત છે તેવું ગાણું ગાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here