કાલોલમાં વ્યસનના વિક્રેતાઓની ઉઘાડી લૂંટ… પાન,પડીકી,ગુટખાનો કાળોબજાર કરાતો હોવા છતાં તંત્રના આંખ આડા કાન…!!

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલમાં લોકડાઉન દરમિયાન તમાકુ અને તમાકુ આધારિત બનાવટો જેમ કે બીડી, સિગરેટ ,ગુટકામાં ધૂમ ભાવ વધારો કરી ચાર ગણો નફો લઈને લોકોને લૂંટવાનું કામ દુકાનદારો દ્વારા કરાયું હતું, હાલમાં લોકડાઉન પૂરૂ થયા પછી પણ તમાકુ આધારિત બનાવટની કૃત્રિમ અછત ઉભી કરીને સ્ટોક નથી તેવું બતાવીને તથા કેટલોક જથ્થો છુપાવીને કિંમત કરતાં વધુ ભાવ વસૂલ કરી આડકતરી રીતે લોકોને લૂંટી રહેલા વેપારીઓ હાલ તો બિન્દાસ બની રહ્યા હોય તેવું જણાય છે વહીવટીતંત્ર જેમ કે મામલતદાર, પોલીસ પ્રસાશન, ભાવ નિયંત્રણ શાખા જેવા સરકારી તંત્રનું આ વેપારીઓ ઉપર કોઇ અંકુશ નથી જેથી ગુટકા બીડી સિગરેટ વિવિધ બ્રાન્ડની તમાકુના વેચાણમાં ૩૫ થી ૪૦ રૂપિયા સુધીનો વધારો લઈ રહ્યા છે. કાલોલ બસ સ્ટેશન વિસ્તારમાં તથા કુમાર શાળા વિસ્તારમાં આવેલી દુકાનોના માલિકો મન ફાવે તેવી રીતે ભાવ વસુલ કરીને પોતાના ખિસ્સા ભરતા હોવાની પણ ચર્ચાઓ સંભળાઈ રહી છે બંધાણીઓ તથા ગરજવાન ગ્રાહકો તમાકુ અને બીડી સિગરેટની તલબ વાળા નાછૂટકે આવા વેપારીઓની શરણાગતિ સ્વીકારીને મનફાવે તેવા ભાવમાં પણ વસ્તુ ખરીદતા હોય છે. જેથી કરીને નાના ગલ્લા વાળાઓ પણ એક વિમલની પડીકીના સાત રૂપિયા વસૂલે છે તેમજ મિરાજ તમાકુની પડીકીના દસથી પંદર રૂપિયા જેટલી કિંમત વસુલતા હોય છે. વિવિઘ પ્રકારની સિગરેટમાં પણ કિંમત કરતા પાંચથી દસ રૂપિયા જેટલો ભાવ વધારો હાલ કાલોલ શહેરમાં વેપારીઓ દ્વારા વસૂલાય છે તેના ઉપર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here