કાલોલમાં કોરોનાનો કહેર યથાવત…વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ સંખ્યા ચાર થઇ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા વિઠ્ઠલભાઈ અંબાલાલ હરીજન ઉંમર વર્ષ ૪૯ જેઓ હાલોલ ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા તેઓને સામાન્ય તાવ અને દુખાવો થતા કલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવેલ જે સારવાર દરમિયાન તેઓને કોરોનાનો રિપોર્ટ કરાવવાનું કહેતા તેઓના સેમ્પલ મેળવેલા જે સેમ્પલનો ગુરૂવારે મોડી સાંજે તેમનો રીપોર્ટ પોઝિટિવ આવતા કાલોલ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ ચાર થઇ હતી ગતરોજ આરોગ્ય વિભાગની ટીમ, કલોલ નગરપાલિકા, મામલતદાર તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વૃંદાવનપાર્ક સોસાયટીની મુલાકાતે આવેલા આરોગ્યની ટીમ દ્વારા આજુબાજુના મકાનોના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલ તથા વિઠ્ઠલભાઈના પરિવારના ચાર સભ્યોને પણ ગોધરા ખાતે કોરન્ટાઈનમાં મોકલવાની તજવીજ હાથ ધરેલ. આ સાથે કાલોલ નગરપાલિકાના ૧ થી ૪ વોર્ડમાં કુલ ચાર કેસો થયા છે. કાલોલના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થવાથી કાલોલમાં સંક્રમણની શક્યતાઓ વધી ગઈ છે. જોકે કાલોલ તાલુકાના ખ્યાલ ગામના રેવાબેન સોલંકી કોરોના મહાત આપ્યા બાદ વેજલપુર બાગાયત કેન્દ્રમાં ત્રણ દિવસ રોકાઇને હેમખેમ ઘરે પરત ફર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here