લોકડાઉનનાં કારણે શ્રમજીવીઓનાં હાલ બેહાલ બન્યા,પોલીસ પ્રશાસન મદદે આવ્યું

શહેરામા લોકડાઉન ની પરિસ્થિતિમાં નાના-મોટા ધંધા-રોજગાર સાથે બજારો પણ સંપૂર્ણ બંધ છે જેના કારણે રોજ કમાઈને ખાનાર પરિવારજનો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આવા સમયે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવેલ શ્રમજીવીઓ ધંધા રોજગાર બંધ હોવાથી પરત માદરે વતન જવાનો સમય આવે છે . એસ.ટી બસ અને રેલ્વે સેવા બંધ હોવાથી પરપ્રાંતીઓ ને પોતાના વતન તરફ જવા માટે વાહનો મળી રહ્યા નથી જેના કારણે તેઓને પગપાળા જવાની ફરજ પડતી હોય છે. શહેરા પોલીસે રાજસ્થાન તરફ જતા શ્રમજીવીઓને આઇસર ગાડીમાં બેસાડીને પોતાના વતન તરફ જવામાં મદદ કરી હતી .જેને લઇને માનવતા મહેકી ઊઠી હતી.જ્યારે જિલ્લા પોલીસ દ્વારા પણ પગપાળા જતા લોકોને વાહનની વ્યવસ્થા કરવા સાથે ફુડ પેકેટ નું વિતરણ કરતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here