કાલોલમાં અનુસુચિત જાતિની બે સગીર બહેનોને બે યુવકો લગ્નની લાલચ આપી ભગાડી ગયા… એક સગીરાને પરિવારજનોએ પકડી પાડી પરંતુ તેની સાથેનો યુવક ભાગી ગયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ વિસ્તારના અનુસુચિત જાતિની અને માતાપિતા વિહોણી બે સગીર બહેનોને લગ્નની લાલચ આપીને અન્ય જાતિના બે લબરમુછીયા યુવકોએ સગીરાઓને ઘેરથી ભગાડી જવાની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે બે દિવસ પછી બન્ને સગીરાઓ પૈકીની નાની સગીરાને પરિવારજનોએ પકડી પાડી હતી પરંતુ તેની સાથેનો યુવક ત્યાંથી ભાગી ગયો હતો જે સમગ્ર મામલે નાની સગીરા સાથે વાલીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લબરમુછીયા યુવકોને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલે વાલીએ કરેલી ફરિયાદની વિગતો‌ મુજબ કાલોલ વિસ્તારમાં એક ગામમાં માતાપિતા વિહોણા બનેલા ચાર સંતાનોને પોતાની પાસે રાખીને ચારેય સંતાનોનુ ગુજરાન ચલાવતા ગત અઠવાડિયે ૨૭મી ઓગસ્ટની સાંજે શરૂ થયેલા ગણેશોત્સવની ઉજવણી માટે આગમન કરતા ગણેશજીની શોભાયાત્રા જોવા માટે ગયા હતા અને મોડી સાંજે ઘેર આવીને જોયું તો બે સગીરાઓ જોવા મળી નહીં. જેમની બે દિવસ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી પરંતુ ત્રીજા દિવસે ફોઈની દિકરીએ વાલીઓને ફોન કરીને નાની સગીરાને હાલોલ હોવાનું જણાવતા નાની સગીરા હાલોલથી મળી આવી હતી. જે નાની સગીરાની આપવીતી મુજબ એ સાંજે ઘેર એકલી પડેલી બન્ને સગીરાઓએ ઘરના ધાબા પરથી બહાર નિકળીને હાઈવે પરના સર્કલ પાસે આવી મોટી સગીરા સાથે સંબંધ ધરાવતા યુવક રોહિત રાઠોડને ફોન કરીને સર્કલ પાસે બોલાવી રોહિતની મોટરસાયકલ પર બન્ને બહેનો બેસીને ત્રણેય શહેરના સીમાડે આવેલા નદી કાંઠાના સ્મશાનના બાંકડા પર બેસીને નાની સગીરા સાથે સંબંધ ધરાવતા યુવક અલ્પેશને ત્યાં સ્મશાન વિસ્તારમાં બોલાવી લીધો હતો જે બન્ને યુવકોએ સગીરાઓ સાથે પહેલી રાત સ્મશાનના બાંકડાઓ પર વિતાવી હતી અને બીજા દિવસે વહેલી સવારે શહેરના બસ સ્ટેશન પર આવીને એક પેસેન્જર વાનમાં બેસી ચારેય ગોધરા ગયા હતા અને ગોધરામાં આખો દિવસ ફરીને એ રાત ગોધરા બસસ્ટેશનની પાછળના ભાગે ખુલ્લામાં બેસીને આખી રાત વિતાવી હતી ને ત્રીજા દિવસે સવારના ગોધરાથી પેસેન્જર વાનમાં બેસીને હાલોલ તરફ જવા નિકળ્યા હતા ત્યારે રસ્તામાં વેજલપુર નજીક ચલાલી ચોકડી પર વાન ઉભી રાખીને રોહિત મોટી સગીરા સાથે ઉતરી ગયો હતો અને અલ્પેશ નાની સગીરા સાથે હાલોલ ગયો હતો. હાલોલમાં બસસ્ટેશનમાંથી નાની સગીરાએ તેના ફોઇની છોકરીને ફોન કરીને રહેવા માટે એક મકાન જોઈએ છે તેવી વાત કરતા તેમને ફોન પર પાવાગઢ રોડ ઉપર આવેલા સાઈબાબાના મંદીરે બેસો તેવી વાત કરતા નાની સગીરા સાથે અલ્પેશ સાંઈબાબાના મંદીરે જઈને બેઠો હતો એ સમયે કાલોલના વાલીઓ સાંઈબાબાના મંદિરે આવી જતાં અલ્પેશ સગીરાને મુકીને ભાગી ગયો હતો. જેથી વાલીઓએ નાની સગીરાને સમજાવીને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સમક્ષ ઉપરોક્ત ઘટેલી આપવીતી જણાવી હતી. તદ્ઉપરાંત પોતાની મોટી બહેન અને રોહિત બન્ને ચલાલી ચોકડી પર ઉતર્યા પછી ક્યાં ગયા એ અંગે પોતાને કોઈ જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટના અંગે વાલીએ બન્ને સગીરાઓ અનુસુચિત જાતિની અને સગીર વયની હોવાનુ જણાવા છતા બન્ને સગીરાઓ સાથે સંપર્ક કરીને લલચાવી પટાવી ફોસલાવી લગ્ન કરવા તેમજ તેમનુ શારીરીક શોષણ કરવાના ઇરાદે ભગાડી લઇ જવા મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે રોહિત રમેશભાઈ રાઠોડ (રહે. સિદ્ધનાથ મહાદેવ સામેના બાગમાં, કાલોલ) અને અલ્પેશ લક્ષ્મણભાઇ રાઠોડ (મુળ રહે.વેજલપુર હાલ રહે. કાલોલ તળાવમાં) સામે અનુસુચિત જાતિ સંરક્ષણ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here