શહેરા મામલતદારનો ખનીજ માફિયાઓ પર સપાટો…વગર પાસ પરમિટની રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકામાંથી કુણ નદીના પટમાં રેતીનો ભરમાર રહેલો છે જેમાં શહેરા તાલુકાના કેટલા વિસ્તારમાંથી પસાર થતી કુણનદી ના પટમાંથી રેતી ખનન માફિયાઓ દ્વારા રેતી ખનન કરતા રહે છે જેમાં છેલ્લા કેટલાય સમયગાળાથી આ ખનન બેરોકટોક ચાલી રહ્યું છે જેમાં આજરોજ શહેરા મામલતદાર એન બી મોદી શહેરા ગોધરા હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધોળા દિવસે વગર પાસ પરમીટ રેતી ભરી લઈ જતા ટ્રેકટરને જોતા તેનો ઊભું રાખી ડ્રાઇવર પાસે પાસ પરમિટ માંગતા ડ્રાઇવર જોડે પાસ પરમિટ મળી આવી ન હતી જેમાં શહેરા મામલતદાર દ્વારા ટ્રેક્ટરને શહેરા સેવા સદન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ખનન માફિયાઓમાં કોઈપણ પ્રકારની બીક રહેલ નથી તથા આ બાબતે ભૂસ્તર શાસ્ત્રીને તો શહેરા તેમના પંચમહાલના નકશામાં છે જ નહીં તેવુ દેખાઈ રહ્યું છે શું આ કાર્ય ખરેખર ભૂસ્તર શાસ્ત્રી નું હોવા છતાં તેમનું કાર્ય એક તાલુકાના મામલતદાર કરી રહ્યા છે તો શું આ રેતી તથા પથ્થર ખનન માફિયાઓને ભૂસ્તર શાસ્ત્રી દ્વારા ખનન માફિયાઓ દ્વારા કરવામાં આવતા ખનનને ક્યારેય ડામવામાં આવશે તે જોવું રહ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here