કાલોલના સુરેલી ગામના પ્રથમ મહિલા સરપંચ ચેતનાબેન ઠાકોરના સહયોગથી હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ -30 નું વિતરણ કરવામાં આવ્યું

કાલોલ,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

નિયામક શ્રી, આયુષની કચેરી,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શનમાં તથા જિલ્લા આયુર્વેદ અધિકાર શ્રી ની કચેરી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ અંતર્ગત તા-૩૦/૧૦/૨૦૨૦ શુક્રવાર ના રોજ બફર જોન, ગામ સુરેલી, તા- કાલોલ ખાતે રહેતા નાગરિકો માટે Covid-19 પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ -30ના વિતરણનું આયોજન સરકારી આયુર્વેદ દવાખાનું ,અડાદરા તથા સરકારી હોમિયોપેથી, ગામના સરપંચ શ્રી ચેતનાબેન ઠાકોર ના સહયોગથી વેજલપુર પી.એચ. સી સ્ટાફ ના મદદથી કરવામાં આવ્યું હતું.તેમાં કુલ ૩૨૦૦ લાભાર્થીઓએ લાભ લીધો.તથા વૈદ્ય શ્રી રિયાબેન બમણિયા તથા ડો.ભાવિકાબેન તડવી હાજર રહયા હતાં. સુરેલી ગામના મહિલા સરપંચ શ્રી ચેતનાબેન અવારનવાર આવા લોકસેવા ના કાર્યો કરતાં રહે છે.કોરોના મહામારીના સમયમાં પણ આ મહિલા સરપંચ શ્રીએ કોરોના ના લોકડાઉન દરમિયાન જરૂરીયાતવાળા લોકોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું.તથા પોતે મહિલા સરપંચ છે તેથી ગામની મહિલાઓ ઉત્સાહી બની આગળ આવે અને આત્મનિર્ભર બને તે માટે સુરેલી દૂધ મંડળી માં પોતે ચેરમેન હોવાથી ૫૦૦ જેટલી સ્ટીલની બરણની વિતરણ પણ કરવામાં આવ્યું હતી.આ પ્રથમ મહિલા સરપંચ ચેતનાબેન સુરેલી ગ્રામ પંચાયતના વિકાસલક્ષી કામો પણ સતત કરતાં રહેલા છે.આમ આ મહિલા સરપંચ શ્રી ચેતનાબેન સતત ઉત્સાહી બની લોકસેવાનું ઉત્તમ કાર્ય કરી રહયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here