કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના ચીચબા ગામેથી કિ.રૂ. ૧,૬૪,૮૮૦/- ભા૨તીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કવાંટ પોલીસ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા શ્રી આર.વી. ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે શ્રી કે.એચ.સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા શ્રી એસ.ડી.ક્લારા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર છોટાઉદેપુર સર્કલ ભાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઈ.શ્રી એ.ડી.ચૌહાણ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે ઉમઠી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે મોજે ચીચબા ગામે રહેતા જીગ્નેશભાઈ માવસીંગભાઈ રાઠવા નાઓના રહેણાંક મકાનના ધાબા ઉપર શાકભાજીના કેરેટની આડમાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયર ની બોટલો નંગ ૧૧૭૬ ની કુલ કિ.રૂ. ૧,૬૪, ૮૮૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ અને પ્રોઠી રેઈડ દરમ્યાન નાશી જનાર આરોપી જીજ્ઞેશભાઈ માવસીંગભાઈ રાઠવા રહે. ચીચબા પટેલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓને તથા ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આમ ક્વાંટ પોલીસ ને પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સફળતા મળેલ છે.
-:પકડાયેલ મુદ્દામાલ :-
(4) MOUNT’S 6000 Original SUPER STRONG BEER 500 ML नी पतरानी टीन जियर नंग ७२ डि३. ८,५४०/- तथा (२) LONDON PRIDE ORANGE FLAVOURED VODKA 180 ML ना डायना ऽपाररीया नंग ૬૨૪ ની કિરૂ. ૮૪, ૨૪૦/- તથા (3) LONDON PRIDE PREMIUM WHISKY 180 ML ના કાચના ક્વાટરીયા નંગ- ૪૮૦ ની કિરૂ. ૭૨, ૦૦૦/- મળી કુલ બોટલ નંગ – ૧૧૭૬ ની કુલ કિ.રૂ. ૧,૬૪, ૮૮૦/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી છોટાઉદેપુર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે

-:વોન્ટેડ આરોપી:-
જીગ્નેશભાઈ માવસીંગભાઈ રાઠવા રહે. ચીચબા પટેલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here