Be My velentine પ્રેમ વ્યકત કરવાના વિકની શરૂઆત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

7 મી જુલાઈ પ્રેમીઓ માટે પ્રેમ વ્યકત કરવાનો આજે સ્પેશિયલ રોઝ ડે

વેલેન્ટાઇન વિક ની શરૂઆત 7 થી 14 પ્રેમીઓ વ્યકત કરસે પોતાનો પ્રેમ

ફૂલોની દુકાનમાંથી આજે લોકો ગુલાબ ખરીદશે. વેલેન્ટાઈન વીકમાં રોઝ ડેને કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ દિવસનું મહત્વ શું છે આવો જાણીએ…

રોઝ ડે ક્યારે ઉજવાય છે એ જાણવું રસપ્રદ છે.
7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીક નો પહેલો દિવસ એટલે કે 7 ફેબ્રુઆરીએ રોઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે તમે પોતાના પાર્ટનર, મિત્ર કે કોઈ ખાસને કે જેને તમે ચાહતા હોવ જેના માટે તમારા હૃદય મા પ્રેમ હોય તેને ગુલાબનું ફૂલ આપીને પોતાની ભાવના વ્યક્ત કરી શકો છો.

ગુલાબ પ્રેમનું પ્રતીક હોય છે. ગુલાબના અલગ અલગ રંગ ભાવનાઓને જાહેર કરે છે. દિલની વાત વ્યક્ત કરવા માટે ગુલાબના ફૂલનો ઉપયોગ કરો. તમારા પ્રિય વ્યક્તિને ગુલાબ આપીને ઈશ્કનો ઈઝહાર કરી શકો છો. કોઈને પ્રેમ કરો છો તો પછી કોઈની સાથે મિત્રતા કરવા માંગો છો, કોઈને પસંદ કરો છો અને પ્રેમ માટે મોકો માંગવા ઈચ્છો છો તો પણ ગુલાબનું ફૂલ ભેટમાં આપી શકો છો.

રોઝ ડેનો ઈતિહાસ વેલેન્ટાઈન વીકમાં રોઝ ડે ઉજવવાનું ખાસ કારણ છે. મુગલ બેગમ નૂરઝહાંને લાલ ગુલાબ પસંદ હતું. જહાંગીર નૂરજહાંને ખુશ કરવા માટે રોજ એક ટન તાજા લાલ ગુલાબ તેમના મહેલ મોકલતા હતા. તેમની આ પ્રેમ કહાની ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ.

તેના ઉપરાંત એક સ્ટોરી મહારાણી વિક્ટોરિયાના સમયની છે. જ્યારે લોકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે ગુલાબના ફૂલ એક બીજાને આપતા હતા. આ પરંપરાને ચાલું રાખવા માટે વેલેન્ટાઈન વીકનો એક દિવસ રોઝ ડેની રીતે ઉજવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here