કાલોલના પીંગળી ગામે લોકડાઉન દરમ્યાન મનરેગા યોજનાના વિલંબમાં પડેલા ૨૧૭ જોબકાર્ડ ધારકોનાનું અંતે વેતન ચુકવાતા શ્રમિકોમાં આનંદ….

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કલમ કી સરકાર ઇફેક્ટ…. માત્ર બે દિવસમાં જ નાણાં ચૂકવાતા ગ્રામ્યજનોમાં આનંદની લાગણી પ્રસરાઈ….

કાલોલ તાલુકાના પીંગળી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ કોરોના વાયરસની મહામારી દરમિયાન અમલમાં આવેલા લોકડાઉન દરમ્યાન ગામના ગરીબ અને શ્રમજીવી વર્ગને રોજગારી મળે એ હેતુ માટે સરકાર દ્વારા કેરસીટી મુજબ તળાવ ઉંડા કરવા હેઠળ માટી ખોદકામ કરવાના રાહત કામો શરૂ કરવામાં આવ્યા હતા. આ કેરસીટી હેઠળ લોકડાઉનના સમય દરમ્યાન પીંગળી ગામના પાવાઈ તળાવમાં પહેલા તબક્કામાં તા. ૨૪ એપ્રિલથી ૨૯ એપ્રિલ દરમિયાન ગામના ૧૯ જોબકાર્ડ ધારકોએ એક અઠવાડિયું અને ૩૦ મેથી ૧૪ મે સુધીના બીજા તબક્કામાં ૨૧૭ જોબકાર્ડ ધારક લોકોએ બે અઠવાડિયા સુધી તળાવમાં માટી ખોદકામ કર્યું હતું. જે પછી વરસાદ આવી જતાં મનરેગા યોજનાનું કામ અટકાવી દેવામાં આવ્યુ હતું. પરંતુ તાંત્રિક ખામીને પગલે પાછલા એક માસથી આ ૨૧૭ જોબકાર્ડ ધારકોને તેમનું વેતન નહીં મળવા અંગેના કલમ કી સરકાર અખબારના તા ૦૮/૦૭ ના અહેવાલને પગલે ઊંઘમાંથી જાગેલા તંત્રએ ચાર દિવસમાં તમામ રોજગારોના તેમના વેતનના નાણાં તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેતાં તમામ રોજગારોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આમ પાછલા એક માસથી વિલંબમાં પડેલા ૨૧૭ રોજગારોને છેવટે તેમના પરસેવાની કમાણીનું વેતન મળી જતા કલમ કી સરકાર અખબારને માટે આભાર અને આનંદની લાગણીઓ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here