કલેક્ટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા મહિલા સુરક્ષા સમિતીની બેઠક યોજાઈ ૨૦૦૦થી વધુ શાળા અને કોલેજની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સિની તાલીમ અપાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરશ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાય હતી. આ બેઠકમાં મહિલાઓને અભયમ અને 181 મુજબ અપાતી સેવાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ મહિલા સમિતિના સભ્યો પાસે મહિલાઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સલામતી માટે સલાહ અને સૂચનો મંગાવ્યા હતા. રાજ્ય સરકાર તરફથી દર વર્ષે છોકરીઓને આપવામાં આવતી સેલ્ફ ડિફેન્સશની ટ્રેઈનિંગ પર ચર્ચા કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે ૨૨૦૦ વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સેલ્ફ ડીફેન્સની ટ્રેઈનિંગ આપવામાં આવી હતી.
સાંસદસભ્યશ્રી ગીતાબેન રાઠવાએ સંખેડામા બનેલી ઘટના ફરી ન બને તે માટે વધુને વધુ સ્કુલ- કોલેજની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સએની ટ્રેઈનિંગ અપાય તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યુ હતુ. કલેક્ટરશ્રી સ્તુતિ ચરણે વહીવટી તંત્ર દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવા માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
આ બેઠકમાં ઉપસ્થિત મહિલા સુરક્ષા સમિતિનાં સભ્યો દ્વારા મહિલાઓની સુરક્ષા બાબતે સૂચનો કર્યા હતા. તેઓએ કેટલાક મહત્ત્વના પગલા લેવા માટે વિનંતી કરી હતી. કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી આ સૂચનોને આવકાર્યા હતા. સાંસદશ્રી ગીતાબેન રાઠવા દ્વારા મહિલાઓને વધુ સુરક્ષા મળે તે માટે આંતરીયાળ ગામોમાં સરકારી બસની સુવિધા વધારવા માટેના પ્રયાસ કરવા સંમતિ દર્શાવી હતી.
આ બેઠકમાં ક્લેક્ટરશ્રી, સાંસદસભ્યશ્રી ગીતાબેન રાઠવા અને પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ, મહિલા શી-ટીમ તેમજ જિલ્લા મહિલા સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here