કચ્છના આદિપુર ખાતે માનવતા ગ્રુપ દ્વારા ‘ માં નું રસોડું ‘ સખી દાતાઓ ના સહયોગથી ધમધમતું રાખી માનવતાની મહેક પ્રસરાવી

કચ્છ, આરીફ દીવાન (મોરબી) :-

” કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર સર્વ ધર્મ સમભાવ નાં સૂત્ર સાથે સમાજ સેવાનું વહેતું ઝરણું કચ્છના આદિપુર ખાતે એકાંતરે ભાવતા ભોજન પીરસી લોકોની આતરડી ઠારીને આશિષ મેળવે એ નું નામ માં નું રસોડું!”

અહેવાલ તસવીર આરીફ દિવાન મોરબી: કચ્છના આદિપુર માં સર્વ ધર્મ સમભાવ ના સૂત્ર ને અપનાવ્યુંછે અને સાર્થક કર્યું છે તેવા એકતાના પ્રતિક વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ થી સમગ્ર કચ્છમાં સેવાલક્ષી કાર્યો દ્વારા ગુંજતું નામ એટલે માનવતા ગ્રુપ.

માનવતા નામ ને સાર્થક કરતા ની સાથે સાથે સતત માનવ સેવાનાં કાર્યો થી સમગ્ર કચ્છમાં આ ગ્રુપ નુ નામ જાણીતું થયું છે, ત્યારે કચ્છના આદિપુર મા સખી દાતાઓ ના સહયોગથી ભાવતા ભોજન નો પ્રસાદ લોકોને ભરપેટ ભોજન કરાવી અનેક લોકો નાં વિશેષ આશિષ આ સંસ્થા ને મળી રહ્યાં છે. અહી નોંધનીય છે કે આ સંસ્થામાં એ સતત આઠ વર્ષ સુધી નિરાધાર વ્યક્તિઓ, વિધવા બેનો, અતિ જરૂરત મંદ પરિવારો ને ખાંધ સામગ્રીની કીટ વિતરણ કરેલ હતું જેનો ૨૫૦ થી વધુ જરૂરત મંદ પરિવારો એ માનવતા ગ્રુપ નો લાભ લીધો હતો.

કોરોના કાળ દરમિયાન પણ આ સંસ્થા એ કોરોનો નાં નો ડર રાખ્યા વિના સતત વિવિધ માનવતા વાદી પ્રવૃત્તિઓ અને સેવાઓ દ્રારા માનવતાનું નોંધનીય ઉદાહરણ પૂરું પાડયું છે અને ખરા અર્થમાં માનવતા ગ્રુપે માનવતા નુ ઉદાહરણ પુરૂ પાડયું છે. વિવિઘ સેવાકિય પ્રવૃત્તિઓ નાં ભાગરૂપે આજે પણ માં નું રસોડું એકાંતરે કચ્છના આદિપુર અને ગાંધીધામ સંકુલ માં ધમધમી રહ્યું છે. આ સેવા આદિપુર નાં ઝંડા ચોક ( ચોક મદનસિંહ ચોક ), ટાગોર માર્ગ , સુંદરપુરી ચાર રસ્તા, રેલ્વે સ્ટેશન માર્ગ વિગેરે વિવિધ વિસ્તારોમાં મજૂરો , મધ્યમ વર્ગ અને જરુરત મંદ પરિવારો આ માનવતા ગ્રુપ નાં રસોડા ના ભંડારાનાં પ્રસાદ નો લાભ લઇ રહ્યા છે. જેનાથી પુરવાર થયું છે કે કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વિના આ માનવતાવાદી પ્રવૃત્તિઓ કરવામા આવી રહી છે.

માનવ કલ્યાણ ની માત્ર વાતો કરવા કરતા ખરા અર્થે માનવ કલ્યાણ થાય તેવું કાર્ય માનવતા ગ્રુપ આદિપુર કચ્છ દ્વારા કરવામા આવી રહ્યુ છે . જે ‘ માં નાં રસોડું ‘ માં પ્રસાદ નો લાભ લેતા લોકો ને સ્વય અનુભવ કરાવે છે .

આ સાથે માનવતા ગ્રુપ દ્વારા થઈ રહેલી સેવાકિય પ્રવૃત્તિઓ ની તસવીરો થી ફળીભૂત થાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here