દાહોદના પરેલમાંથી 13 વર્ષની તરુણીનું અપહરણ…

દાહોદ, સાગર કડકિયા :-

ખરોદાના યુવક સામે અપહરણની ફરિયાદ

દાહોદના પરેલ સુદાઇ માતા વિસ્તારમાંથી પત્ની તરીકે રાખવાના ઇરાદે તરૂણીને યુવક ભગાડી લઇ ગયો હતો. તરૂણીના પિતાએ ખરોદા ગામના યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દાહોદ તાલુકાના ખરોદા ગામના ગમાર ફળિયામાં રહેતો દિપકકુમાર મોહનભાઇ ગોહીલ તા.23 મેના રોજ રાત્રે દશ વાગ્યાના અરસામાં પરેલ સુદાઇ માતા વિસ્તારમાંથી એક 13 વર્ષ 11 મહિનાની તરૂણીને પટાવી ફોસલાવી પ્રેમના પાઠ ભણાવી કાયદેસરના વાલીપાણામાંથી પત્ની તરીકે રાખવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બાબતની જાણ તરૂણીના પરિવારે થતાં યુવકના સગા સંબંધીઓમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી તરૂણીના પિતાએ દિપકકુમાર ગોહિલ સામે દાહોદ બી ડિવીઝન પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here