કાલોલ તાલુકાના વેજલપુરની મહિલાએ એક ઈસમને આપેલ રોકડ રૂપિયા અને દાગીનાની માંગણી કરતા ઈસમે મહિલાને અને તેના પતિને મારી નાખવાની ધમકી આપતા થઈ ફરિયાદ…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર ના સમડીયાની મુવાડી ગામે રહેતા આરોપી ઈસમને ફરિયાદી બહેને એક વર્ષ પહેલા ૫૦,૦૦૦/- રૂપીયા રોકડા અને સોનાની રકમ બનાવી આપેલ તેની માંગણી કરતા ઈસમ રૂપીયા અને દાગીના આપવાની ના પાડતા મહિલા અને તેના પતિને મારી નાખીશું તેવી ધમકી આપતા ઈસમ વિરૂદ્ધ વેજલપુર પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના સમડીયાની મુવાડી ગામે રહેતા આરોપી જાલમસિંહ ઉદેસિંહ ચૌહાણને વેજલપુર ભોઇવાડામાં રહેતા નયનાબેન શૈલેષભાઈ ભોઈએ એક વર્ષ અગાઉ ૫૦,૦૦૦/- રૂપીયા રોકડા અને સોનાની રકમ બનાવી આપેલ હતી. જેની અવારનવાર માંગણી કરવા છતાં આવતો ન હોય તેની અદાવત રાખી આરોપી જાલમસિંહ બારીયા વેજલપુર નયનાબેનના ઘરે આવીને ગાળો આપી તું કેવા પૈસા અને અને રકમ માંગે છે. મારી પાસે તારા પૈસા કે દાગીના નથી તુ મારા વિરૂદ્ધ કરેલ અરજી પાછી ખેંચી લે અને હવે પછી પૈસા કે રકમ માટે મારા વિરૂદ્ધ અરજી કરીશ તો તારા પતિ ને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી આ બાબતે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ વેજલપુર પોલીસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here