એકતાનગર ખાતે બે દિવસીય નેશનલ ટેક્ષ કોન્ફરન્સ “TAXCON” નું કેવડીયા કોલોની ખાતે સમાપન

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

વિષય નિષ્ણાંતો દ્વારા ટેક્ષ અંગે શિબિરાર્થીઓને મુંઝવતા પ્રશ્નો અંગે કાયદાકીય ટેક્નિકલ પ્રેરક માર્ગદર્શન આપ્યું

દેશભરમાંથી ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિસનર્સ (વેસ્ટઝોન) તેમજ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ અને ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત તથા ભરૂચ ડિસ્ટ્રીક્ટ ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સના સહયોગથી અંદાજે ૩૦૦ જેટલા લોકો બે દિવસીય સેમિનારમાં સહભાગી થયા

“ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ” ટેક્ષનું કામકાજ કરતા સમયે ઉદભવતા પ્રશ્નો તેમજ મુંઝવણનું નિરાકરણ અંગે સમજૂતી માર્ગદર્શન આપવા માટે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર-કેવડિયા ખાતે ધ ફન સરદાર સરોવર રિસોર્ટ ખાતે બે દિવસીય નેશનલ ટેક્સ કોન્ફરન્સ “TAXCON” નું આયોજન તા. ૨૯ અને ૩૦મી એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું આજે કેવડિયા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સ (વેસ્ટઝોન), તેમજ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ટેક્સ એડવોકેટ એસોસિએશનના હોદ્દેદારો અને ટેક્સને લગતા નિષ્ણાંતોએ ટેક્ષ અંગે શિબિરાર્થીઓને મુંઝવતા પ્રશ્નો અંગે કાયદાકીય ટેક્નિકલ પ્રેરક માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

એકતાનગર ખાતે યોજાયેલી નેશનલ કોન્ફરન્સના ચેરમેન અને ટેક્સ એડવોકેટ ભાસ્કરભાઈ પટેલે જણાવ્યું કે, ભારતભરમાં રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમોનું આયોજન અમે કરીએ છીએ. અમારા આવા પ્રયાસો છે કે, આવા કોન્ફરન્સના માધ્યમથી વેપારી મિત્રો અને નાના ઉદ્યોગકારો (“સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય – MSME) માટે અમે સરકાર સાથે ચર્ચા-વિચારણા કરીને તેમને રોજબરોજ મુંઝવતા પ્રશ્નોને વાચા આપીને તેમના હિતાર્થે જીએસટી કાઉન્સિલ સહિતની સરકારી ઓથોરિટી સમક્ષ રજૂઆત કરીને વેપારી-ઉદ્યોગકારોના હિતમાં નિર્ણયો થાય તે માટે પ્રયત્નશીલ રહીશું.

આ નેશનલ કોન્ફરન્સમાં ઈન્કમટેક્સ અને જીએસટીના વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જીએસટીમાં જે રોજિંદા ફેરફારો આવી રહ્યા છે, તેનાથી શું પરિવર્તન આવશે અને કેવી અસરો થશે તેના ઉપર દેશભરમાંથી આવેલા વિષય નિષ્ણાંતો દ્વારા શિબિરાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. તેમજ જીએસટીમાં આવતા નવા ફેરફારોનું જમાપાસું અને તેના અમલીકરણમાં શું ધ્યાન રાખવું તેની પણ ચર્ચાઓ કરીને જીએસટી અને ઈન્કમટેક્ષના જટીલ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ફેડરેશનના સભ્યો અને કરદાતાને મૂંઝવતા પ્રશ્નોની પણ અહીં રજૂઆત કરીને નિષ્ણાંતો દ્વારા સરળ સમજ આપવામાં આવી હતી. મુંબઈના એડવોકેટ ડો. કે. શિવરામ, ગાઝિયાબાદના એડવોકેટ ડી.કે.ગાંધી, અમદાવાદના એડવોકેટ સ્પીકર મનીશ જે. શાહ અને એડવોકેટ સ્પીકર ઉચિત શેઠ સહિતના વિષય નિષ્ણાંતો દ્વારા શિબિરાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. ઈન્કમટેક્ષ-જીએસટીના અમલીકરણમાં વધુ પડતી મૂંઝવણો માટે એક પ્રેઝન્ટેશન બનાવીને પેપરવર્ક કરી સરકારમાં વિચારણા માટે મોકલવામાં આવશે. જેથી સમગ્ર ભારતમાં જીએસટી-ઈન્કમટેક્ષના અમલીકરણમાં સહાયરૂપ બનશે.

આ પ્રસંગે સૌ શિબિરાર્થીઓએ સેમિનાર હોલમાં જ સ્ક્રીન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “મન કી બાત” નો ૧૦૦ મો એપિસોડ રસપૂર્વક નિહાળ્યો હતો.

આ બે દિવસીય કોન્ફરન્સમાં વિષય નિષ્ણાંતો દ્વારા મુંઝવતા પ્રશ્નો અંગે “ટુ વે કોમ્યુનિકેશન” કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેમિનારમાં પંકજભાઈ શાહ, અશ્વિનભાઈ આચાર્ય, સમીરભાઈ જાની, વિનયભાઈ જોલી, સુનિલભાઈ નેવે, દિપકભાઈ અમીન, ભાવિનભાઈ પટેલ સહિત અનેક નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સરદાર સાહેબની પ્રતિમા અને મોમેન્ટો આપી બિરદાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here