ઊંટકોઈમાં સરકારી હોમિયોપેથી દવાખાનાનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કરાયું…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-

બોડેલી તાલુકાના ઊંટકોઈ ગામ ખાતે જિલ્લા પંચાયત સ્વ ભંડોળના આયોજન માંથી જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા આયુર્વેદિક અધિકારી અને ડૉ.કંદરભાઈ જોષીના પ્રયત્ન થી હોમીયોપેથી દવાખાનું બનાવવામાં આવ્યું હતું. રૂ.૧૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોમીયોપેથી દવાખાનાનું પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જેમાં પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા,છોટાઉદેપુર જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભગુભાઈ,બોડેલી તાલુકા સંગઠન મહામંત્રી પરીમલભાઈ પટેલ,ઉંટકોઈ તાલુકા પંચાયત સભ્ય મહકભાઈ સહિત અન્ય મહાનુભાવો,આરોગ્ય કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સરકાર છેવાડાના નાગરિકોની સુખાકારી વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે નાગરિકોના આરોગ્યની ચીવપૂર્વક કાળજી લઈ રહી છે લોકોને પહેલા સારવાર માટે દૂર સુધી જવું પડતું હતું પરંતુ હવે સારવારની સુવિધાઓ ગામમાં જ મળી રહેશે. વધુમાં કહ્યું કે ઊંટકોઈ તેમજ આજુબાજુના ગામના લોકોને હોમીયોપેથી દવાખાનાની ભેટ મળી છે જેનો ખૂબ લાભ થવાનો છે. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના સ્ટાફને પણ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here