ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા રાજપીપળા ને એક લાખથી ઓછી વસ્તી ધરાવતા કાર્યક્ષેત્ર માં સહુથી વધુ બ્લડ ડોનેશન એકત્ર કરવામાટે એવોર્ડ મળ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ના હસ્તે અમદાવાદ મુખ્ય શાખા ખાતે વાર્ષિક સાધારણ સભામાં આ એવોર્ડ એનાયત

રાજપીપળા ઇન્ડિયન રેડક્રોસ ના ચેરમેન પ્રિ.એન.બી.મહિડા તથા વાઇસ ચેરમેન ડો.દર્શનાબેન દેશમુખે આ એવોર્ડ સ્વીકાર્યો

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ મુખ્ય શાખા ખાતે વાર્ષિક સાધારણ સભા ગુજરાત રાજ્યના પ્રમુખ અને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના પ્રમુખ સ્થાને યોજાઈ હતી જેમાં ચેરમેન અજયભાઇ પટેલ,વાઇસ ચેરમેન ડો.અજયભાઇ દેસાઈ,ટ્રેઝરર સંજયભાઈ શાહ,મંત્રી પ્રકાશભાઈ,ઝોનલ કો ઓર્ડીનેટર અનુપભાઈ દેસાઈ,ડો.દીપકભાઈ નારોલા,ડો.અનિલભાઈ નાયક તથા મુકેશભાઈ જગીવાલા ,રેડક્રોસ ને સહાય કરનાર કંપનીના પ્રતિનિધીશ્રીઓ,ગુજરાત રેડક્રોસ ના મનેજીંગ કમિટીના સભ્યશ્રીઓ,ગુજરાત ના 33 જિલ્લા અને 82 તાલુકા ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતભરના આ પ્રિતિનિધિઓ પૈકી વિવિધ શાખાઓ ને વિવિધ કેટેગરી માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા હતા જે પૈકી નર્મદાજિલ્લા ની એક માત્ર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપળા શાખા ને એક લાખથી ઓછી વસ્તી ધરાવતા કાર્યક્ષેત્ર માં સહુથી વધુ બ્લડ ડોનેશન એકત્ર કરવામાટે એવોર્ડ મળ્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે અમદાવાદ મુખ્ય શાખા ખાતે વાર્ષિક સાધારણ સભામાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રાજપીપળા ઇન્ડિયન રેડક્રોસ ના ચેરમેન પ્રિ.એન.બી.મહિડા તથા વાઇસ ચેરમેન ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે આ એવોર્ડ સ્વીકાર્યો. હતો આ પ્રસંગે રાજપીપળા ઇન્ડિયન રેડક્રોસ ના ચેરમેન પ્રિ.એન.બી.મહિડા એ જિલ્લા ભરના રક્તદાતા અને સુરત તથા અંકલેશ્વર સહીત આજુબાજુના ગામડાઓ ના રક્તદાતાઓ તથા અમારી બ્રાન્ચના બીટીઓ ડો.જે.એમ.જાદવ અને સ્ટાફ ના સહયોગથી આપડી આ શાખાએ આ સિદ્ધિ મેળવી છે સાથેજ વાઇસ ચરમેન ડો.દર્શનાબેન દેશમુખ અને કમિટી મેમ્બર્સ નો પણ આ તકે આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here