વેજલપુર પાસે સામે બાઈક ચાલકે બીજી બાઇકને ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલ એકલવ્ય સ્કુલ ની મહિલાનું મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

એકલવ્ય શાળામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ભાવનાબહેન ને મોટરસાયકલ ઉપર મુકવા માટે તેમના પતી લાલભાઈ વિઠ્ઠલભાઈ પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી ગોધરા વડોદરા હાઇવે પર વેજલપુર એકલવ્ય સ્કૂલ ના વળાંક માં વળાંક લેતા હતા ત્યારે વેજલપુર તરફથી આવતા બાઈક ચાલેકે આગળ ચાલતી લાલાભાઈની બાઈકને ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલ ભાવનાબહેન ને માથા અને મોઢા ના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન વડોદરા ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ગોધરા વડોદરા હાઈવે રોડ વેજલપુર પાસે એકલવ્ય સ્કૂલ સામે પસાર થતી બાઈક જી જે ૨૦ એ આર ૫૧૦૩ એ પૂર ઝડપે હંકારી લાવી આગળ ચાલતી બાઈક જી જે ૧૭ બી આર ૭૨૨૪ ને પાછળ થી ટક્કર મારી અકસ્માત થતાં બાઈક ચાલાક લાલાભાઈ વિઠ્ઠલ ભાઈ સોલંકી ની પાછળ બેઠેલ તેમની પત્ની મહિલા ભાવનાબેન ને પાડી દેતા માથાના ભાગે અને મોઢા મોઢા ના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન ભાવના બેન નું મૃત્યુ થયેલ છે આ બાબતે વેજલપુર પોલીસ મથકે અકસ્માત કરી નાસી જનાર મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here