વડોદરા : લક્ષ્મીપુરા પો.સ્ટે. વિસ્તાર અંકોડીયા કેનાલ પાસે રોડ ઉપરથી દેશી દારૂ લઇને જતા ઇસમને એક્સેસ મોપેડ સાથે કુલ્લે રૂપીયા ૧૮,૩૦૦/- ના મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૦૧

વડોદરા, સકીલ બલોચ :-

વડોદરા શહેર માનનીય પોલીસ કમિશ્નર શમશેરસિંઘ સા. તથા અધિક પોલીસ કમિશ્નર મનોજ નીનામા સા. તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૧ અભય સોની સા, નાઓએ વડોદરા શહેરમાં અસામાજીક તત્વો દ્વારા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેવા તત્વોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરી સદર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ જે અન્વયે આજરોજ મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૧ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૦૧ ના પો.સ.ઇ. ડી.વી.ચૌધરી સા. નાઓ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા દરમ્યાન પો.કો. ઇશાન તુલસીભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે ” અંકોડીયા ગામ તરફથી એક ઇસમ પોતાની કાળા કલરની એકસેસ મોપેડ જેના આગળ પાછળ નંબર પ્લેટ નથી તે દેશી દારૂ લઇ અંકોડીયા કેનાલ થઇ લક્ષ્મીપુરા ગામ તરફ જનાર છે.” જે આધારે અંકોડીયા કેનાલ ખાતે વોચમાં રહી એક ઇસમને દેશી દારૂ લી. ૬૫ કિમત રૂ.૧૩૦૦/- તથા એક્સેસ મોપેડ તથા મોબાઇલ ફોન મળી કુલ્લે રૂ ૧૮,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી લક્ષ્મીપુરા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
(૧) પકડાયેલ આરોપીનું નામ સરનામું
પ્રકાશ સોમાભાઇ માળી ઉ.વ.૨૨ રહે. વાસણા ગામ તળાવની કિનારે, ગોત્રી વડોદરા શહેર
(૨) કબ્જે કરેલ મુદ્દામાલ —
> દેશી દારૂ લી.૬૫ /- કિમત રૂ. ૧૩૦૦/-
– એક્સેસ મોપેડ કિમત રૂ. ૧૨,૦૦૦/- તથા મોબાઇલ નંગ -૧ કિમત રૂ. ૫૦૦૦/-
– કુલ્લે કિમત રૂપીયા ૧૮,૩૦૦/– નો મુદ્દામાલ
(3) સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :- વડોદરા લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૧ પો.સ.ઇ. ડી.વી.ચૌધરી, અ.હે.કો.અલ્પેશકુમાર દશરથભાઇ, અ.પો.કો. ઇશાનકુમાર તુલસીભાઇ નાઓ ધ્વારા સારી કામગીરી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here