આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું શરુ કરવામાં આવેલ છે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૩- ૨૪ માટે સહાય અરજીઓ સ્વીકારવામાં આવે છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેકટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન ફાર્મ મશીનરી, બેંક અને હાઇ- ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૦૫ જુનથી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦ મર્યાદામાં વહેલા તે પહેલાના પોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજ્યના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી. અરજીની નકલ પોતાની પાસે રાખવી.
પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ રજુ કરવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here