અહો : આશ્ચર્યમ 8 પોઝિટિવ નીકળ્યા એક નો પણ ઉલ્લેખ નહી !!

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લાના મારુઢીયા ગામે ગતરોજ એનટીજન રેપિડ ટેસ્ટમા 8 ઇસમો પોઝિટિવ નીકળ્યા

ગતરોજની અને આજની નર્મદા આરોગ્ય વિભાગની યાદીમા એકનો પણ સમાવેશ નથી

નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગ ખરેખર પ્રશંસાને પાત્ર છે કે વખોડવાને હવે તો એજ સમજાતુ નથી , આ વિભાગ અને વહીવટી તંત્ર માટે જેટલુ લખાણ લખાય એટલુ ઓછુ છે.

આરોપ પ્રતયારોપ આ વિભાગ ઉપર એટલા લાગે છે છતા જાડી ચામડી નુ તંત્ર કોઇ ફેર પડતુ નથી , કોરોના ની મહામારી મા દરેક વયકતિ નુ તપાસ થાય , તેને યોગ્ય સારવાર મળે મહામારી વધુ ફેલાતી અટકે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ખુબજ ગંભીર અને ચિંતિત છે , પરંતુ નર્મદા જીલ્લા મા કાંઇ પડી જ નથી !! નર્મદા જીલ્લા તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ ના જે આંકડા પ્રસિધ્ધ થાય છે તેમા અને રાજય સરકાર દ્વારા જે આંકડા પ્રસિધ્ધ થાય છે તેમા જમીન આશમાન નો ફેર દરરોજ જોવા મળી રહ્યો છે , જેથી સ્વાભાવિક પશ્ર થાય કે નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ના ખરા આંકડા છુપાવવા મા આવેછે ??

ગતરોજની વાત કરીએ તો નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના મારુઢીયા ગામે બુંજેઠા આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામ મા જઇને લોકોના એનટીજન રેપિડ ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમા 15 ધર ની વસ્તી ધરાવતા આ ગામમા 8 ઇસમોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું ગામ ખાતે જ રહેતા ભારતીય જનતા પાર્ટીના લધુમતી મોરચાના આગેવાન મુસ્તાક ભાઈ જણાવ્યું હતું. વિશેષમા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ વાળા દવા પણ આપી ગયા છે.
જો એક સાથે 15 જ ધર ની વસતી ધરાવતા ગામડામા 8 પોઝિટિવ નીકળ્યા હોય તંત્ર દ્વારા તેની અત્યાર સુધી કોઇજ જાહેરાત કરવામાં આવી ન હોય તો આગામી દિવસોમાં આ લાપરવાહી અને ખરા પોઝિટિવ દર્દી ઓના આંકડા છુપાવવાની લીપાપોતી કયાં પહોચાડસે એ ખુબજ જટિલ મુદદો બની ગયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here