મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
6 ઓગસ્ટ 2023 રવિવાર ના રોજ મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 7ની ચૂંટણી યોજવા જઈ રહી છે.
મહાનગરપાલિકા અને પાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલ જગ્યાઓ પર ચૂંટણી યોજવા જઈ રહી છે.
ત્યારે આજે 22 જુલાઈ ના રોજ ફોર્મ ભરવાની તારીખ હોઈ મોડાસા નાયબ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોએ મેન્ડેડ નક્કી થતાં ઉમેદવારી પત્ર ભર્યા હતા.
જેમાં ભાજપ તરફે વંદિત સંજયકુમાર શેઠ. મોડાસા.કોંગ્રેસ પક્ષ તરફથી મયુદ્દીન અહેમદભાઈ ભાઈ મલેક અને એ આઈ. એમ. આઈ તરફથી ઈસાકખાન પઠાણ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહશીન ચૌહાણ ને મેન્ડેડ મળતા તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ભાજપ કોંગ્રેસ. એ.આઈ. એમ.આઈ અને આમ આદમી પાર્ટીના ના ઉમેદવાર સાથે તેમના ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા.