મોડાસા : મખદૂમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મખદૂમ પ્રાયમરી સ્કૂલ-મખદૂમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શિક્ષક ટ્રેનિંગ વર્કશોપનું આયોજન…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આજ રોજ તા.30.08.2022ને મંગળવારના રોજ મખદૂમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મખદૂમ પ્રાયમરી સ્કૂલ તેમજ મખદૂમ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મખદૂમ મલ્ટી પર્પઝ હૉલમાં શિક્ષક ટ્રેનિંગ વર્કશોપનું અયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત શાળાના મ.શિક્ષક મો.અલી સૈયદે સરે તીલાવતે કુરઆનથી કરી હતી.આવેલ ટ્રેઇનરોનું પુષ્પ ગુચ્છથી તેમજ શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય મ.શાહિદ દાદુ સરે , બાલગૃહના ચેરમેન ગુલામ નબી સરે, મખદૂમ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ સહાના મેડમ ખાલકે કર્યું હતું.જેમાં સ્પેશિયલ ટ્રેઇનર તરીકે મખદૂમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કૅમ્પસ ડાયરેક્ટર મોહસીના મેમ દાદુ , ધુનાવાડા સરકારી હાઈસ્કૂલના આચાર્ય તેમજ ભૂતપૂર્વ નાયબ ડીપીઓ સમીરભાઈ પટેલ સર અને સાયન્સ કમ્યુનિટી સેન્ટર મોડાસાના કો-ઓર્ડિનેટર ચંદન મેમ પટેલ ટ્રેઈનર તરીકે હાજર રહ્યા હતા સાથે બાલગૃહ વિભાગના ચેરમેન જ.ગુલામ નબી સૈયદે સર પણ હાજરી આપી હતી.આવેલ ટ્રેઇનરો દ્વારા શિક્ષકો માટે અલગ અલગ એજ્યુકેશનલ ગેમ્સ,માઈન્ડ સેટ ગેમ્સ, પ્રશ્નોત્તરી, ક્લાસ શિક્ષણ કાર્ય માટેની વિવિધ સરળ રીતોની ટ્રેનિંગ ખૂબ જ અલગ રીતે આપવામાં આવી હતી. મખદૂમ પ્રાયમરી સ્કૂલ તેમજ મખદૂમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો સ્ટાફ પરિવાર પણ ઉત્સાહ ભેર આ કાર્યક્રમમાં જોડાયો હતો અને ચર્ચામાં ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય મ.શાહિદ દાદુ સરના માર્ગદર્શન હેઠળ શાળાના મ.શિક્ષક સૈયદ અકીબ સરે કર્યું હતું.અલ્પાહારના સુચારુ આયોજન સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here