અરવલ્લી : ઇસરી પોલીસે મોટી મોરી ગામની સીમમાં રોડ ઉપરથી રિક્ષામાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો

ઇસરી, (અરવલ્લી) વસીમ શેખ :

૪૨,૦૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ તથા રિક્ષા નં . GJ.09.AX. 1438 સહિત કુલ કિં.રૂ .૧,૪૨,૦૦૦ / – નો મુદ્દામાલ ઝડપાયો

મળતી વિગતો મુજબ વી.એસ. દેસાઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન નાઓ તથા ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને બાતમી હકીકત આધારે મોટી મોરી ગામની સીમમાં રોડ ઉપરથી રિક્ષા નં . GJ , 09 , AX.1438 ની અંદર ભારતીય રાજસ્થાન બનાવટના ઓફીસર ચોઇસ ક્લાસિક વિસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની સીલબંધ બોટલ નંગ -૪૨ ની કિ.રૂ .૨૧,૦૦૦ / – તથા ભારતીય રાજસ્થાન બનાવટના ઓફીસર ચોઇસ ક્લાસિક વિસ્કીના ૧૮૦ એમ.એલ.ના કાચના કંપની સીલબંધ ક્વાટરીયા નંગ -૧૪૦ ની કિ.રૂ .૨૧,૦૦૦ / – મળી કૂલ ઇગ્લીશ દારૂની બોટલ તથા ક્વાટરીયા નંગ -૧૮૨ ની ફૂલ કી.રૂ .૪૨,૦૦૦ / – તથા રિક્ષા નં . GJ.09AX.1438 ની કિ.રૂ .૧,૦૦,૦૦૦ / – ગણી કુલ મુદ્દામાલની કિ.રૂ .૧,૪૨,૦૦૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડી ઇસરી પોલીસને પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here