ઇસરી પોલીસે ચોરીના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીમાં ગયેલ કિ.રૂ ૫૦૦૦ / -મુદ્દામાલ રીકવર કર્યો…

ઇસરી, (અરવલ્લી) વસીમ શેખ :-

શ્રી અભય ચુડાસમા , પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા શ્રી સંજય ખરાત પોલીસ અધિક્ષક સા.શ્રી અરવલ્લી – મોડાસા તથા શ્રી.કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી . મોડાસા વિભાગ , મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં ચોરીના ગુન્હા થતા અટકાવવા તેમજ ચોરીના ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માર્ગદશન અને સુચનાઓ આપેલ . જે અન્વયે વી.એસ.દેસાઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન તથા ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે ઇસરી પોલીસ સ્ટેશન ફ.ગુ .૨ . નં .૧૧૧૮૮૦૦૫૨૨૦૩૨૮ / ૨૦૨૨ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબના ગુન્હો તા .૦૧ / ૧૦ / ૨૦૨૨ નારોજ દાખલ થયેલ જે ગુન્હાના કામના ચોરીના આરોપીની તપાસમાં પેટ્રોલીંગમાં હતા , તે દરમ્યાન બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે , ઉપરોક્ત ગુન્હાના કામનો આરોપી પાદરમહુડી ગામની સીમમાં રોડ ઉપર ઉભો રહેલ છે તેવી મળેલ બાતમી હકીકત આધારે સદરી જગ્યાએ જઇ સદરી ઇસમને કોર્ડન કરી પકડી પાડેલ . આમ , ઇસરી પોલીસને ઇસરી પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાના આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડી અને સદરી ઇસમે ચોરી કરેલ ડ્રીપ ઇરીગેશનની પાઇપ વિંટાળવાનુ મશીન કિઆ..રૂ .૫૦૦૦ / – નો મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મળેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here