અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી… ગટરનું ગંદુ પાણી રસ્તા પર ઉભરાયું

અમદાવાદઃ, કમત અલી સૈયદ :-

અમદાવાદ રામોલ ગામ રીંગરોડ બાજુ આવેલ શહેઆલમ રેસીડેન્સી પાસે મેન રોડ ઉપર ગટર લાઈન માં પાણી ભરાઈ જતાં રોડ ઉપર પાણી વહેતું થઈ ગયેલ છે આ વિસ્તારના સ્કૂલે જતા નાના બાળકો તેમજ મોટા ભાઈ બહેનો ને આ વિસ્તારમાંથી પસાર થવા માટે ખૂબ જ મોટી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેમજ આજુ બાજુમાં આવેલી આંગણવાડી માં નાના બાળકો પણ પાણીમાં થઈને આંગણવાડી જાય છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ યોગ્ય નિકલ કરવામાં આવેલ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને રામોલ ગામમાં વિકાસના નામે લાલિયા વાડી કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here