અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં,કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલાં એક્સપેન્ડિચર ઓબઝર્વેર અને ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમ સાથે યોજાઇ બેઠક

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨, અંતર્ગત ૫ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ વિવિધ કમિટીઓ અને નોડલ અધિકારીઓ પુરી સજ્જતા સાથે કામગીરી કરી રહ્યા છે.જે અનુસંધાને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલાં એક્સપેન્ડિચર ઓબઝર્વેર એ. વી. ટી. ભારતીદાસન (IRS),જિલ્લા એક્સપેન્ડિચર નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહની ઉપસ્થિતીમાં ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલાં એક્સપેન્ડિચર ઓબઝર્વેર એ. વી. ટી. ભારતીદાસન (IRS) દ્વારા આ ટીમોએ કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેની સાથોસાથ નાયબ ચૂંટણી અધિકારીશ્રી પાસેથી ચૂંટણીલક્ષી બજાવેલી વિવિધ ફરજો અને જવાબદારીઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તે સાથે એક્સપેન્ડિચર અને જનરલ ઓબ્ઝર્વરશ્રીઓને ફાળવેલી બેઠકના રૂટ, મતદાર વિધાનસભા વિસ્તારની આંકડાકીય માહિતી, ભૌગોલિક પરિસ્થિતિ, ફરજ બજાવનાર અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ કર્મીઓ વિશે ચર્ચા થઈ.વધુમાં સુચારુ રૂપે જિલ્લામાં ચૂંટણીની કામગીરી થાય તેવી હિમાયત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here