સમયસૂચકતા વાપરી મહિલાનો જીવ બચાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

નિરાશાની ગર્તામાં ધકેલાઈ સેનેટાઇઝર પી લેતા તબિયત લથડી હતી, સમયસૂચકતા વાપરી અભયમ ટીમે ૧૦૮ બોલાવી

ગોધરા પાસેના એક ગામમાં રહેતા પરણિત મહિલા લીલાબહેન (નામ બદલેલ છે) પોતાના પતિ સાથે અણબનાવ થતા પિયરમાં રહેતા હતા. તેમનો ૪ વર્ષનો દીકરો પિતા પાસે રહે છે. અવારનવાર લીલાબેન મોબાઈલથી દીકરા સાથે વાત કરતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ દીકરા સાથે વાત કરવા માગતા હતા પરંતુ તેમના પતિ મોબાઈલથી વાત કરાવતા ના હતા. તેમના પતિએ પુત્ર સાથે ફોન પર વાતચીત ન કરવા દેતા લીલાબેનને મનમાં લાગી આવ્યું હતું. તેઓ બેભાન થઈ જતા તેમના પિતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જાણ કરતા અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેઓની સાથે વાતચીત કરતા જણાઈ આવ્યું કે તેમણે આવેશમાં આવીને સેનેટાઇઝર જેવું પ્રવાહી પી લીધું છે અને તેમની તબિયત કથળી રહી છે. જેથી સમયસુચકતા વાપરી તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં જાણ કરી હતી. ૧૦૮ આવતા તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી તાત્કાલિક સારવાર મળતા તેમની સ્થિતિ કથળતી અટકી હતી. જેથી તેઓએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને ૧૦૮ ઈમરજન્સી ટીમનો જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો. તેમના પરિવારે અભયમ નો આભાર માન્યો હતો. બહેન હાલમાં સારવાર હેઠળ છે અને તેઓની તબિયત સુધારા હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here